Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ધાનેરા પોલીસે રેલ નદી અને ધાખા ચાર રસ્તા પાસેથી વિદેશી દારૂ સાથે બે ગાડીઓ ઝડપી :ચાલકની અટકાયત

 

ધાનેરા પોલીસે બાતમી આધારે રેલ નદી અને ધાખા ચાર રસ્તા પાસેથી બે ગાડી ઝડપી પાડી બે ગાડી ચાલકની અટકાયત કરી કુલ ,૯પ,૮૮૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.

  જાણવા મળ્યા મુજબ ધાનેરા પી.આઈ. આર.કે.પાઠક પોતાના સ્ટાફ સાથે રાઉન્ડમાં હતા તે દરમ્યાન બાતમી મળતાં રેલ નદી ઉપર હુન્ડાઈ સેન્ટ્રો ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૩ર૪ કિંમત પ૦, ર૮૦ તથા હુન્ડાઈ સેન્ટ્રો ગાડી કિંમત.,પ૦,૦૦૦ની મળી કુલ ,૦૦,ર૮૦ રૂપિયા સાથે આરોપી ગાડી ચાલક મયુર રામચંદ્ર હોટ ચંદાણી (સિન્ધી) (રહે.૧૪, આશારામ સોસાયટી, નોબલ નગ કુબેરનગર અમદાવાદ) ને પકડી પાડેલ

 . ત્યારબાદ કોટડા (ધાખા) ચાર રસ્તા પાસેથી મારૂતિ ૮૦૦ ગાડી નીકળતા તેની તલાસી લેતા પેટી નંગ ૧૩ વિદેશી દારૂ બોટલ નંગ ૩૧ર કિંમત રૂ.૪પ, ૬૦૦ તથા પ૦,૦૦૦ ની ગાડી મળી ૯પ,૬૦૦ ના મુદ્ામાલ સાથે આરોપી પ્રવિણકુમાર કરશનજી લુવાર (રહે.ચિમનગઢ, તા.રાણીવાડા, જી.જાલોર) ને પકડી વધુ તપાસ પી.આઈ. આર.કે.પાઠક ચલાવી રહ્યા છે.

(11:58 pm IST)
  • બપોરે ૩ વાગ્યે સેન્સેકસ ૧૦પ પોઇન્ટ ઘટીને ૩૬૦૦૧ અને નીફટી ર૯ પોઇન્ટ ઘટીને ૧૦૭૯રઃ ડોલર સામે રૂપિયો ૬૯.૬૮ ઉપર છે access_time 4:04 pm IST

  • અમદાવાદમાં ચાઇનીઝ દોરીના વેંચાણ પર બાજનજર : ૧૫ વેપારીઓની કરી ધરપકડઃ ૨૦ થી વધુ કેસો નોંધાયાઃ તુકકલ વહેચનારા પર તવાઇ access_time 4:02 pm IST

  • સાહિત્ય એકાદમી પુરષ્કાર વિજેતા સહીત ત્રણ લોકો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાયો :અસમી સાહિત્યકાર અને સાહિત્ય એકાદમીથી સન્માનિત હિરેન જોહન,આરટીઆઈ કાર્યકર્તા અખિલ ગોગોઈ અને વરિષ્ઠ પત્રકાર મંજીત મહંત વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરાયો access_time 1:25 am IST