Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

એમજેનું ૧૧.૮૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું...

         અમદાવાદ, તા. ૧૧: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હસ્તે ખાતમુહૂર્ત કરાયા બાદ વલ્લભભાઇ પટેલના હસ્તે ગત તા.૧પ એપ્રિલ, ૧૯૬૮માં જયપુરી સ્થાપત્ય ધરાવતી એમ.જે. લાઇબ્રેરી જાહેર જનતા માટે ખુલ્લી મુકાઇ હતી. તે વખતે એમ.જે. લાઇબ્રેરી પાસે માત્ર ૮૮૯૧ પુસ્તકો હતા. જે સસ્તું સાહિત્ય કાર્યાલયના સ્વામી અખંડાનંદ તરફથી ભેટમાં મળ્યા હતા. જ્યારે આજે ૭.પ૦ લાખ જેટલા પુસ્તકો છે. એમ.જે. લાઇબ્રેરીના બાળકિશોર વિભાગ, મહિલા વિભાગ, વયસ્ક વિભાગ અને વિદ્યાર્થીઓ મળીને આશરે રર,૦૦૦ સભ્ય છે તેમ એમ.જે લાઇબ્રેરીના ગ્રંથપાલ ડો.બિપિન મોદી જણાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ માટે ગ્રંથપાલ મોદી દ્વારા રૂ.૧૧.૮૦ કરોડનું ડ્રાફટ બજેટ તૈયાર કરાયું છે. જેમાં એમ.જે. લાઇબ્રેરીને સ્માર્ટ લાઇબ્રેરી તરીકે વિકસાવવા અંગે વિવિધ આયોજનનો સમાવેશ કરાયો છે.

(10:11 pm IST)