Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મોડાસામાં અંદાજે 2600થી વધુની મિલકતો વિરુદ્ધ કાર્યવાહી શરૂ: 16 જેટલા કનેક્શન કપાયા હોવાની માહિતી

મોડાસા:નગર પાલિકા હદ વિસ્તારમાં આવેલા અંદાજે ૨૬૪૦૦ થી વધુ મિલક્તો સામે વર્ષે દહાડે ગુજરાત પાલિકા અધિનિયમ હેઠળ રૃ.૪.૧૪ કરોડથી વધુનો મિલક્ત સહિતનો વેરો અંકે કરાય છે.વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન ઉઘારેલો બાકીવેરો નહી ભરતા રૃ.૩ હજારથી વધુ ટેક્ષ બાકીદારો સામે હાથ ધરાયેલ કડક કાર્યવાહીના ભાગરૃપે પાલિક તંત્ર દ્વારા ૧૬ જેટલા રીઢા બાકીદારોના નળ કનેકશન કાપી નાખ્યા હતા.જયારે માગણા બીલ ઈસ્યુ કર્યા પછીના ત્રણ માસ સુધી ટેક્ષ ચૂકતે નહી કરનાર બાકીદારો સામે ૧૮ ટકા દંડ આકરી બાકીવેરો વસૂલ કરાશે એમ પાલિકા સૂત્રો દ્વારા જણાવાયું હતું.

અરવલ્લી જિલ્લાનું વડુમથક મોડાસા અંદાજે ૧૪.૨ ચો.કીમી વિસ્તારમાં પથરાયેલું છે.નગરપાલિકા હદ વિસ્તારમાં ૫૭૬૧ વાણિજય વિષયક અને ૧૩૯૨૧ રહેણાંકની મિલક્તો આવેલ છે.જયારે નગરમાં ૬૧૯૯ ખુલ્લા પ્લોટ સહિતની કુલ ૨૬૪૮૧ મિલક્તો ના  ધારકો સમે નગરપાલિકા દ્વારા વર્ષે રૃ.૪,૧૪,૮૧,૯૦૪ રૃપિયાનો વેરો આકારાય છે.

(5:34 pm IST)