Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ગાંધીનગર નજીક કોલવડામાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: સાતની ધરપકડ

ગાંધીનગર: શહેર નજીક આવેલા કોલવડા ગામમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી. જેના આધારે ગઈકાલે સાંજે આ ટીમે દરોડો પાડતાં વરલી મટકાનો જુગાર રમતાં બે શખ્સોને પકડયા હતા. જ્યારે પાંચ શખ્સોને તીનપતીનો જુગાર રમતાં ઝડપી પાડયા હતા.

વીઝીલન્સની ટીમે ૬૮ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને મુખ્ય સુત્રધાર અશોક ઠાકોરની શોધખોળ શરૃ કરી છે. સ્થાનિક પોલીસના જવાનોની સાંઠગાંઠ વગર જુગારધામ ચલાવવું શક્ય નથી ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા આ બાબતે ઈન્કવાયરી પણ શરૃ કરી દેવામાં આવી છે.  

 ગાંધીનગર જિલ્લામાં દારૃ અને જુગારની પ્રવૃતિ બંધ કરવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે ગાંધીનગર શહેર નજીક કોલવડામાં જ સ્થાનિક પોલીસના કર્મચારીઓની મીલીભગતથી જુગારધામ ચાલતું હતું. જેના પગલે આ બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી.

(5:33 pm IST)