Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ગાંધીનગર: સિવિલમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યામ એક વર્ષમાં આંકડો 8 લાખે પહોંચ્યો

ગાંધીનગર: શહેર નજીક કોર્પોરેટ હોસ્પિટલોની ભરમાર વચ્ચે સરકારી સિવિલમાં સારવાર લેતાં દર્દીઓની સંખ્યા વધી  રહી છે. વર્ષ-ર૦૧૮ના  બાર માસ દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં ૬.૪૨ લાખ  દર્દીઓને ઓપીડી સારવાર આપવામાં આવી હતી  જ્યારે ૫૬,૪૮૧ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યારે ૯૧ હજાર જેટલા પેસન્ટને ઇમરજન્સી વિભાગમાં સારવાર આપવામાં આવી હતી.આમ એક વર્ષમાં સિવિલમાં  આઠ લાખ જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ૬૦૦ બેડની હોસ્પિટલ કાર્યરત થઇ ત્યાર બાદ ઉત્તરોત્તર દર્દીઓની સંખ્યા વધી જ રહી છે. એક બાજુ મેડિકલ કોલેજને કારણે વર્ષ ૨૦૧૪ની સરખામણીએ વર્ષ ૨૦૧૫માં દર્દીઓની સંખ્યા ૬૦ હજાર સુધી વધી  હતી ત્યારે વર્ષ ૨૦૧૫ કરતા વર્ષ ૨૦૧૬માં ૩૦ હજાર દર્દીઓ વધ્યા છે. એટલુ જ નહીં, વર્ષ ૨૦૧૭માં પણ દર્દીઓની સંખ્યા વધી હતી. આ એક જ વર્ષમાં એક લાખ જેટલા દર્દીઓ વધ્યા હતા. વર્ષ ર૦૧૭માં સાત લાખથી વધુ દર્દીઓએ સિવિલમાં સારવાર લીધી હતી.

 

(5:32 pm IST)