Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

આણંદમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: 16હજારના જથ્થા સાથે 4ની ધરપકડ

આણંદ:શહેર પોલીસે આજે બપોરના સુમારે નાની ખોડીયાર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં છાપો મારીને ચાર શખ્સોને પત્તા પાનાનો જુગાર રમતાં ઝડપી પાડીને રોકડા ૧૬૨૭૦ જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી છે. જો કે મુખ્ય સૂત્રધાર ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. 

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરમાં પેટ્રોલીંગ કરી રહેલી સર્વેલન્સ ટીમને હકીકત મળી હતી કે. સત કૈવલ સોસાયટીમાં રહેતો સામતભાઈ દામજીભાઈ પ્રજાપતિ પોતાના મકાનમાં માણસો એકત્ર કરીને પત્તા પાનાનો જુગાર રમાડી રહ્યો છે જેથી પોલીસે છાપો મારતાં સામતભાઈ પ્રજાપતિ પોલીસને જોઈેન ફરાર થઈ જવા પામ્યો હતો. 

સ્થળ પરથી ગોવિંદભાઈ મધાભાઈ ઉર્ફે મગનભાઈ પ્રજાપતિ, કરશનભાઈ કરમશીભાઈ પ્રજાપતિ, દેવકરણભાઈ સવાભાઈ પ્રજાપતિ તથા ધનજીભાઈ હરજીભાઈ પ્રજાપતિ ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસને દાવ પરથી ૧૩૯૦ તેમજ અંગજડતીમાંથી ૧૪૮૮૦ મળીને કુલ ૧૬૨૭૦ની રોકડ મળી આવતા જપ્ત કરી હતી.

(5:23 pm IST)