Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં કંપનીમાં ઝેરી ગેસની અસરથી બે કામદારોના કરૂણમોત :ત્રણની હાલત ગંભીર

ટેકનો ડ્રગ ઇન્ટરમીડિયેટ કંપનીમાં રીએક્ટર સાફ કરી રહેલા 5 કામદારોને ઝેરી ગેસની અસર

અંકલેશ્વર પાનોલી જીઆઇડીસીમાં ટેકનો ડ્રગ ઇન્ટરમીડિયેટ કંપનીમાં રીએક્ટર સાફ કરી રહેલા 5 કામદારોને ઝેરી ગેસની અસર થતા બે કામદારોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે 3 કામદારોને જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાતા તમામ મજૂરોને આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે.

  મૃતક મજૂરોમાં વિજયસીંગ અને અનિલસિંગનો સમાવેશ થાય છે. જ્યારે કે હાલમાં ભોગ બનનાર અન્ય 3 મજૂરોની પણ હાલત નાજુક હોવાનું તબિબો કહી રહ્યા છે.

(10:33 pm IST)