Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

અમદાવાદ એરપોર્ટના રન વે ઉપર નીલ ગાય ઘુસી ગઈ:ફ્લાઇટ દોઢ કલાક મોડી

ફાયર બ્રિગેડ અને સીઆઇએસએફની મદદથી નીલગાયને બહાર કાઢવામાં આવતા હાશકારો

અમદાવાદ;અમદાવાદ એરપોર્ટના રન વે ઉપર નીલ ગાય ઘુસી જતા ભારે દોડધામ મચી હતી આ ઘટનાને પગલે ફ્લાઇટ દોઢ કલાક મોડી પડતા પ્રવાસીઓ પરેશાન થયા હતા આમ અમદાવાદ એરેપોર્ટ  ઓથોરિટીની વધુ એક વાર બેદરકારી સામે આવી હતી
 જાણવા મળતી વિગતો મુજબ ગત રાત્રિએ 2.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી જોકે ફાયર બ્રિગેડ અને સીઆઇએસએફની મદદથી નીલગાયને બહાર કાઢવામાં આવી હતી.ચર્ચા મુજબ એરપોર્ટ પર કૂતરા અને ગાય પણ વારંવાર ઘુસી જાય છે તેમ છતા પણ એરપોર્ટ ઓથોરિટી ગંભીરતા દાખવતુ નથી.

(10:17 pm IST)