Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

લગ્નની લાલચ આપી આણંદના યુવકે પરિવારની સાથે મળી યુવતીનું અપહરણ કરી ત્રાસ ગુજારતા ગુનો દાખલ

આણંદ:જિલ્લામાં એક યુવતિને લગ્ન કરવાની લાલચ આપી લઘુમતિ કોમના યુવાન અને તેના પરીવારજનોએ અપહરણને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં યુવતિને ઘરમાં ગેરકાયદેસર ગોંધી રાખતા મામલો પોલીસ દફતરે પહોંચ્યો હતો. જેમાં ઈસમના પરીવારજનો સામે આણંદ સીટી પોલીસ મથકે ગુનો નોેંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા. આ ઘટનામાં આણંદ સીટી પોલીસ મથકના જણાવ્યા મુજબ આણંદના યા દાતાર કોમ્પ્લેક્ષમાં આવેલ રીચ ઓપ્ટીકલ દુકાન ચલાવતો તુફેલ મેમણ દ્વારા એક લોહાણા જ્ઞાાતિની યુવતિને પ્રેમમાં ફસાવી તેને દુકાનમાં બોલાવી તેની સાથે અભદ્ર વર્તન કર્યુ ંહતું.જ્યારે આ યુવતિને લગ્ન કરવા માટે ઉપરોક્ત ઈસમની માતા બેન અને બનેવી દ્વારા ગઈ તા. ૧લીના રોજ ૧૦૦ ફુટ રોડ પરથી અપહરણ કરી લઈ જઈ તેને આણંદ અને ઉતરસંડા મુકામે ઘરમાં ગોંધી રાખી હતી. આ યુવતિને ભાગવાનો મોકો મળતા જ તે ત્યાંથી નિકળી તુરંત જ આણંદ સીટી પોલીસ મથકે પહોંચી હતી.જ્યાં ઉક્ત ઈસમ અને તેના ત્રણ પરીવારજનો સામે અપહરણ અને છેડતીની ફરિયાદ નોંધાવી તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા.

 

 

(6:35 pm IST)