Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

સાબરકાંઠાના પ્રાતિજમાં રહેણાંક વિસ્તારમાં રોઝ ઘુસી જતા દોડધામ

સાબરકાંઠા: જિલ્લાનાં પ્રાંતિજ મેન બજાર રહેણાંક વિસ્તારમાં રોઝ ઘુસી આવતાં વિસ્તારનાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી અને એક મકાનમાં ઘુસી જતાં તોડફોડ કરી હતી.

પ્રાંતિજ લાલ દરવાજા - ઊંડી ફળીમાં અચાનક રોઝ ઘુસી આવતાં રહીશોમાં નાસભાગ મચી ગઇ હતી તો કેટલાક રહીશોના જીવ તો તોરલે બંધાયા હતા. રહીશો મકાનનાં દરવાજા બંધ કરી ઘરમાં ઘુસી ગયા હતાં અને અચાનક રહેણાંક વિસ્તારમાં રોઝ દ્વારા વિસ્તારમાં મચાવી હતી તેમજ ઊંડી ફળીમાં રહેતા રાવલ ભરતભાઇના મકાનમાં રસોડાની પાછળના ભાગેથી પ્રવેશ કરી ઘરમાં દરવાજો, રસોડાની કાચની બારી તથા સોફા તોડી નાખ્યો હતો. અચાનક ઘરમાં આવતાં પતિ-પત્ની ગભરાઇ ગયા હતા.

કોર્પોરેટર નયનભાઇ દેસાઇ દ્વારા વનવિભાગને તથા પોલિસને જાણ કરતા વનવિભાગની ટીમ તથા પોલિસ ટીમ દોડી આવી હતી તો રહીશોની મદદથી વન વિભાગની ટીમ દ્વારા રોઝને પકડી લેવામાં આવ્યું હતું તો પકડયા બાદ તેને પશુ ડૉકટરની મદદથી બેભાન કરી વન અધિકારી જી.વી. દેસાઇ દ્વારા છોટા હાથીમાં લઇ ગયાં હતાં અને પ્રાથમિક સારવાર બાદ જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવશે.

(6:34 pm IST)