Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

વડોદરા અને ઈઝરાએલનુ આશ્કેલોનને બિન સીટી બનાવવા એમઓયુ થવાની શકયતા : બેનજામીન નેતત્‍યાહુની ગુજરાત મુલાકાત ઉપર સૌની નજર

વડોદરા,તા.10.: ઈઝરાયાલના શહેર આશ્કેલોન અને વડોદરા વચ્ચે આગામી મહિને ટ્વિન  સિટી માટે એમઓયુ થાય તેવી શક્યતા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ૧૭ જાન્યુઆરીએ ઈઝરાએલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ ગુજરાતની મુલાકાતે આવવાના છે.ટ્વિન સીટીના કરાર અંગે તેમની મુલાકાત ટાણે જાહેરાત થાય તેવી શક્યતા છે.

આશ્કેલોનનુ એક પ્રતિનિધિ મંડળ સંદર્ભમાં ગત નવેમ્બર મહિનામાં વડોદરાની મુલાકાતે પણ આવ્યુ હતુ. એમઓયુ માટે પહેલ કરનાર વડોદરાની ફ્રેન્ડઝ ઓફ ઈઝરાએલ સંસ્થાના નિકિતન કોન્ટ્રાક્ટરનુ કહેવુ છે કે પ્રતિનિધિ મંડળની મુલાકાત પછી ઈઝરાએલ દ્વારા માત્ર કલ્ચર નહી પણ બિઝનેસ, એજ્યુકેશન એમ તમામ ક્ષેત્રમાં બંને શહેરો વચ્ચે આદાન પ્રદાન વધે તે માટે ટ્વિન સિટીનુ એમઓયુ કરવા માટે ઈચ્છા વ્યક્ત કરાઈ છે. માટે ઈઝરાએલના વડાપ્રધાન નેતન્યાહૂએ પણ રસ દાખવ્યો છે અને એક પત્ર પણ નવેમ્બરમાં મોકલાવ્યો હતો.જોકે ચૂંટણીના આચાર સંહિતાના કારણે બાબતે જાહેરાત થઈ હતી.આગામી દિવસોમાં વડોદરાનુ એક પ્રતિનિધિ મંડળ ઈઝરાયાલની મુલાકાત લે તેવી સંભાવના છે.

(4:06 pm IST)