Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

અમદાવાદ મ્યુનિ,ના કમિશ્નર-કોર્પોરેટરનો વિવાદ ગાંધીનગર પહોંચ્યો : પ્રદિપસિંહે મંગાવ્યો રિપોર્ટ

ચૂંટણી પહેલા મ્યુનિસિપલ કમિશ્નરની બદલી કરવાનો નિર્ણય લેવાય તેવી ચર્ચા

 

અમદાવાદ: મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા અને ભાજપના શાષકો વચ્ચેનો વિવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો છે ભાજપી શાષકો ખુલીને કમિશ્નર સામે આવી ગયા છે. ત્યારે ગઇકાલે ભાજપી શાષકોએ સમગ્ર મામલાની પક્ષ અને સરકાર બન્નેમાં રજૂઆત કરી હતી. ત્યારે હવે મામલે મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ માહિતી મેળવી હોવાનુ સામે આવ્યુ છેગઇકાલના વિવાદ અને તે બાદ ભાજપી સભ્યોએ કરેલી ફરીયાદમાં કેટલુ તથ્ય છે, તે જાણવા પોતાના અંગત માણસો પાસેથી માહિતી મેળવી છે.

મામલે નજીકના સમયમાં કોઇ નિર્ણય લેવાઇ જશે એમ જાણવા મળી રહ્યુ છે.મ્યુનિસિપલ કમિશ્નર અને ભાજપી શાષકો વચ્ચેનો વિવાદ હવે એટલો વધી ગયો છે કે ભાજપના શાષકો કમિશ્નરની કોઇપણ હિસાબે બદલી કરાવવા સક્રીય થયા છે. ત્યારે જોવાનુ રહે છેકે આવતા વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનની આવી રહી ચૂંટણી પહેલા મ્યુનિસિપલ કમિશ્નરની બદલી કરવાનો નિર્ણય લેવાય છે કે નહી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેટર્સનો આરોપ છે કે કમિશ્નર તેમનું સાંભળતા નથી અને કોઇ પણ કામ કરતા પહેલા તેમને વિશ્વાસમાં લેતા નથી.

(12:56 am IST)
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કાલથી કાશ્મીર સહીત ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે બરફવર્ષાનો પ્રારંભ access_time 10:14 pm IST

  • લાંચ પ્રકરણમાં સંડોવણી બાદ સુરત કોંગ્રેસની આકરી કાર્યવાહી : મહિલા કોર્પોરેટર કપિલા પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા : લાંચ પ્રકરણ અંગે શહેર કોગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષાએ જાણ કરાઈ : પ્રદેશકક્ષાએથી મળેલ નિર્દેશ મુજબ શહેર પ્રમુખે કપિલા પટેલને કર્યા સસ્પેન્ડ access_time 10:57 pm IST

  • સેન્સેકસ રરર પોઇન્ટ ઘટીને ૪૦ર૬૪ અને નીફટી ૭ર પોઇન્ટ ઘટીને ૧૧૮૬પઃ ડોલર સામે રૂપિયો ૭૦.૮૯ ઉપર છે access_time 3:33 pm IST