Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

છેલ્લા બે વર્ષમાં ગુજરાતની 3.26 લાખ મહિલાઓને '181 અભયમ' ની મદદ લીધી :5.35 કરોડ ખર્ચાયા

રાજ્યભરમાં ૪૫ જેટલી રેશ્ક્યું વાન કાર્યરત : 24 કલાક કાઉન્સેલરની સુવિધા

 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના શિયાળું સત્રમાં  કોંગ્રેસના ધારાસભ્ય  ગેનીબેન ઠાકોરે મહિલા હેલ્પલાઈનને લઈને એક પ્રશ્ન પૂછ્યો હતો. જેનો મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ જવાબ આપતા કહ્યું કે, બે વર્ષ માં ,૨૬,૨૨૩ મહિલાઓએ મહિલા હેલ્પલાઈન ૧૮૧ 'અભયમ' પર મદદ માંગી છે.

ગુજરાત વિધાનસભામાં પૂછવા આવેલા પ્રશ્નના ઉત્તરમાં મહિલાઓએ બે વર્ષમાં મહિલાઓએ અભયમની માંગેલી મદદની વિગતો આપી હતી. જેમાં નવેમ્બર ૨૦૧૭થી ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ સુધીના એક વર્ષમાં ,૫૬,૩૯૨ મહિલાઓએ મહિલા હેલ્પલાઈનને ફરિયાદ કરી હોવાનું જણાવાયું હતું. જ્યારે નવેમ્બર ૨૦૧૮થી ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ સુધીના બીજા વર્ષમાં ,૬૯,૮૩૧ મહિલાઓની ફરિયાદ મળી હતી. બે વર્ષમાં કુલ ,૨૬,૨૨૩ મહિલાઓએ મહિલા હેલ્પલાઈન પર ફરિયાદ કરી હતી.

,૫૬,૩૯૨ મહિલાઓએ નવેમ્બર ૨૦૧૭થી ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ સુધી હેલ્પલાઈનમાં ફરિયાદ કરી હતી. જેનો ખર્ચ રૂ. ,૨૯,૬૩,૨૩૬ થયો હતો. જ્યારે ,૬૯,૮૩૧ મહિલાઓએ નવેમ્બર ૨૦૧૮થી ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ સુધી ફરિયાદ કરી હતી. જેનો ખર્ચ રૂ. ,૦૬,૨૨,૭૧૨ થયો હતો. બે વર્ષમાં ,૨૬,૨૨૩ મહિલાઓની ફરિયાદ પાછળ કુલ રૂ. ,૩૫,૮૫,૯૪૮ થયો છે.

ઘરેલું હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સાઓને ડામવા અને તાત્કાલિક મહિલાઓને બચાવ અને સલાહ માર્ગદર્શન આપવા માટે ૧૮૧ મહિલા હેલ્પલાઈન શરૂ કરાઈ હતી. રાજ્યના મહિલા અને બાળ વિકાસ, મહિલા આયોગ અને ગૃહ વિભાગ દ્વારા જીવીકે ઈએમઆરઆઈ દ્વારા સંકલિત ૧૮૧ મહિલા હેલ્પલાઈનને ગુજરાતમાં ફેબ્રુઆરી ૨૦૧૪થી સેવા શરૂ કરાઈ છે અને ચોવીસે કલાક મહિલાઓને કાન્સેલર મહિલાઓનું કાઉન્સેલિંગ કરે છે. રાજ્યભરમાં ૪૫ જેટલી રેશ્ક્યું વાન છે.

(12:09 am IST)
  • જીજ્ઞેશ મેવાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લગતા ખરડાની નકલ સળગાવી : સ્ટેચ્યુ સબંધી ઓથોરીટી રચવાનો કાયદો આદિવાસીઓની જમીન પડાવવા માટેનો હોવાનો આક્ષેપ : કાળો કાયદો ગણાવી વિધાનસભા સંકુલમાં અપક્ષ ધારાસભ્યએ કાંડી ચાંપી access_time 4:19 pm IST

  • " કબૂતરોનો ભારત પ્રેમ " : પાકિસ્તાનથી છોડાતા પાળેલા કબુતરો ભારતમાં આવ્યા પછી પાછા જવાનું નામ લેતા નથી : પાકિસ્તાનના કબૂતરબાજો ચિંતામાં access_time 8:10 pm IST

  • બંધારણના આર્ટિકલ ૩૭૦ રદ કરવાની જોગવાઇને પડકારતી અરજી ઉપર સુપ્રિમમાં સુનાવણી access_time 11:36 am IST