Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

સુરતના મહિલા કોર્પોરેટરનો વચેટીયો 50 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો :ચકચાર

ઉધના વિસ્તારમાં ચાલતા બાંધકામ બાબતે 2,50 લાખ માંગ્યા બાદ એક લાખમાં નક્કી થયેલું : મહીલા કોર્પોરેટર કપિલાના ઘરે પણ સર્ચ ઓપરેશન

 

સુરત કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કપિલા પટેલનો વચેટિયો 50 હજારની લાંચ લેતા ઝડપાયો છે, રાકેશ પટેલ નામનો વચેટિયો ઉધના વિસ્તારમાં બાંધકામ ચાલતું હોઈ તેના માટે રૂપિયા લેવા ઉધના દરવાજા એપલ હોસ્પિટલ ખાતે લેવા આવતા .સી.બી ના હાથે ઝડપાયો હતો.

  સમગ્ર મામલે રૂ 2.50 લાખની લાંચ માંગી હતી, જ્યારે 1 લાખમાં બધુ નક્કી થયું હતું. પતાવટ માટે સેટીંગ થતા વચેટિયો રૂપિયા લેવા માટે આવ્યો ત્યારે .સી.બીના હાથમાં ઝડપાઇ ગયો હતો. આગવ પણ કોર્પોરેટર કપિલા અને તેના પતિ દ્વારા લાંચ માંગવામાં આવી હતી એવું સૂત્રો જણાવી રહ્યા છે.

કપિલા પટેલ લાંચ નહીં આપતા સુરત મનપા કમિશનરને અરજી કરી હતી, લાંચથી કંટાળેલા ફરિયાદીએ એસીબીનો સહારો લીધો હતો, ફરિયાદી સાથે આગવ પણ મહિલા કોર્પોરેટરના પતિએ ઝગડો કરિયો હતો, હાલ સમગ્ર મામલે સુરત એસીબીની ટીમે કપિલા પટેલના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

(10:58 pm IST)