Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ગુજરાતમાં ભારે ઠંડીનું મોજુ ફેલાયું : નલિયા ખાતે ૧૦.૬

ડિસા, ગાંધીનગર, અન્યત્ર પણ ઠંડીનો ચમકારો : અમદાવાદ શહેરમાં સવારમાં ઠંડા પવન ફુંકાયા : લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રી : લોકો ઠંડીથી બચવા સંપૂર્ણ સુસજ્જ

અમદાવાદ, તા.૧૦ : અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે પણ તીવ્ર ઠંડીનું મોજુ રહ્યું હતું. રાજ્યમાં આજે પણ નલિયામાં સૌથી વધારે ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. અહીં પારો ૧૦.૬ ડિગ્રી રહ્યો હતો. જેેથી જનજીવન પર અસર થઇ હતી. લોકો સવારથી જ ઠંડીના સકંજામાં રહ્યા હતા. આ ઉપરાંત ડીસામાં પણ પારો ૧૨.૬ સુધી નીચે રહ્યો હતો. રાજ્યમાં ઠંડીનો ચમકારો હાલ અકબંધ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. બીજી બાજુ હવામાન વિભાગ તરફથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી પણ કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાન ઘટવાની સંભાવના દેખાઈ રહી છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે.  ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં આજે સવારે ઠંડા પવનો ફુંકાયા હતા અને લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. છેલ્લા બે દિવસથી તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે.

           ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. કારણ કે, જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થઇ છે. વરસાદ પણ પડ્યો છે. હાલમાં કેટલાક રાજ્યોમાં તીવ્ર ઠંડી માટે માવઠાની અસર પણ જવાબદાર છે. બીજી બાજુ ઉત્તર ભારતમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૫  ડિગ્રી રહ્યુ હતુ. હવામાન વિભાગના કહેવા મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર થશે નહીં. છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વસ્ત્રોના બજારમાં જોરદાર તેજી જામી છે. રિવરફ્રન્ટ ખાતે ગરમ વસ્ત્ર બજારમાં આજે રવિવારના દિવસે ભારે ભીડ જોવા મળ હતી. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા વિસ્તારોમાં નિચલી સપાટી ઉપર ઉત્તરીય પૂર્વથી પૂર્વીય પવાનો  ફુંકાવાથી તાપમાનમાં નજીવા  ફેરફારની સ્થિતિ રહેશે.

            નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં હાલ ફેરફાર  નહીં થાય તેમ માનવામાં આવે છે. આજે સવારે પણ ઠંડી નોંધાઇ હતી. ઠંડીના ચમકારા વચ્ચે મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૧૦ : અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન લગભગ યથાવત રહ્યું છે. ચિત્ર નીચે મુજબ છે.

સ્થળ

લઘુત્તમ તાપમાન

અમદાવાદ

૧૫

ડિસા

૧૨.૬

ગાંધીનગર

૧૩.૮

વીવીનગર

૧૫.૫

વડોદરા

૧૭

સુરત

૧૮.૮

વલસાડ

૧૯.૧

રાજકોટ

૧૪.૭

સુરેન્દ્રનગર

૧૪.૯

ભુજ

૧૪.૪

નલિયા

૧૦.૬

કંડલા પોર્ટ

૧૩.૪

કંડલા એરપોર્ટ

૧૩.૧

(9:44 pm IST)
  • કાશ્મીરમાં ઇન્ટરનેટ શરૂ કરવા અમેરીકી સંસદમાં ઠરાવ મુકાયો!! :૨૫ હજારથી વધુ ભારતીય અમેરીકનોએ ઇ-મેઇલ કરી ઉગ્ર વિરોધ કર્યોઃ કાયદો નહિ બની શકે access_time 1:09 pm IST

  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કાલથી કાશ્મીર સહીત ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે બરફવર્ષાનો પ્રારંભ access_time 10:14 pm IST

  • જીજ્ઞેશ મેવાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લગતા ખરડાની નકલ સળગાવી : સ્ટેચ્યુ સબંધી ઓથોરીટી રચવાનો કાયદો આદિવાસીઓની જમીન પડાવવા માટેનો હોવાનો આક્ષેપ : કાળો કાયદો ગણાવી વિધાનસભા સંકુલમાં અપક્ષ ધારાસભ્યએ કાંડી ચાંપી access_time 4:19 pm IST