Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

અમદાવાદના આશ્રમ રોડ પરની એચકે કોલેજમાં વિદ્યાર્થિનીની છેડતી મામલે બે જુથોમાં મારામારી

છેડતીને પગલે કોલેજના વિદ્યાર્થીઓના ઉગ્ર આક્રોશ

અમદાવાદઃ અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચકે કોલેજના વિદ્યાર્થીઓના બે જુથ વચ્ચે મારામારી થઈ હતી. વિદ્યાર્થિનીની છેડતી બાબતે બંને જુથો વચ્ચે મારામારી થઈ હતી. પોલીસે બનાવને પગલે તુરંત કાર્યવાહી કરી ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી.

 અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચકે કોલેજ વર્ષો જુની અને જાણિતિ કોલેજ છે. આ કોલેજ અમદાવાદની આ કોલેજમાં આજે વિદ્યાર્થીઓના બે જુથો વચ્ચે મારામારી થઈ ગઈ હતી. કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વિદ્યાર્થીનીની છેડતીને પગલે કોલેજના વિદ્યાર્થીઓના ઉગ્ર આક્રોશ હતો.

  વિદ્યાર્થીઓની મારામારીની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી મારામારી થાળે પાડી હતી. હાલ નવરંગપુરામાં ટોળેટોળા જામ્યા છે.

(7:33 pm IST)