Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

અમદાવાદ કોર્પોરેશનના કમિશનરે બે સભ્યોને સંતોષકારક જવાબ ન આપતા મામલો ગરમાયો

અમદાવાદ: આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશમાં વહીવટી તંત્ર અને શાષક પક્ષ વચ્ચે ચાલતો આંતરીક ખટરાગ સપાટી પર આવી ગયો. નવાપશ્ચિમ ઝોનની બોડકદેવ ઝોલન ઓફીસ ખાતે વિસ્તારના પ્રાથમીક સમસ્યાના પ્રશ્નોની ચર્ચા કરવા મળેલી રિવ્યુ મિટીંગમાં ભારો હોબાળો મચી ગયો. જ્યાં વેજલપુર અને જોધપુરના ભાજપના કોર્પોરેટરોએ તેમના વિસ્તારમાં લાંબા સમયથી મંજૂર થયેલા રોડ ન બનતા હોવાની રજૂઆત કરી હતી. જેની સામે કમિશ્નરે આ બન્ને સભ્યોને સંતોષકારક જવાબ ન આપતા મામલો વધુ ગરમાયો હતો.

આ અંગે ભાજપી સભ્યોએ એકસાથે રજૂઆત કરતા કમિશનર મિટીંગ છોડીને જતા રહેવાની વાત કરી. જેથી મામલો વધુ ગરમાયો.  મળતી માહિતી અનુસાર મ્યુનિસિપલ કમિશ્નરે વિજય નેહારાએ ઇંગ્લીશ શબ્દપ્રયોગ કરી ભાજપી સભ્યો સાથે ભારે અશોભનિય વર્તન કર્યુ હોવાના આરોપ પણ ભાજપી સભ્યોએ લગાવ્યા. કોર્પોરેટરોએ કહ્યું કે પ્રજાના પ્રશ્નો લઈને ગયા હોવા છતાં કમિશનર સાંભળતાં નથી. 2017થી રોડના કામ સરખા ન થયા હોવાનું કોર્પોરેટર રશ્મિકાંતભાઈએ લિસ્ટ બતાવતા કમિશનર ઉગ્ર બની ગયા હતા.તેમજ શાસક પક્ષના નેતા અમિત શાહના નેતૃત્વમાં 22 કોર્પોરેટરોએ સુરેન્દ્ર કાકા સાથે મુલાકાત કરીને તેમને સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા.

જ્યારે પૂર્વ મેયર કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતા અમિત શાહે જણાવ્યું કે, પૂર્વ મેયર મીનાક્ષી બહેને રોડ અંગે રજૂઆત કરી હતી. વહીવટી તંત્રના અધિકારીઓના વર્તનના કારણે આજે વિરોધ કરતા ત્રણ કમિટીઓ મોકૂફ રાખવામાં આવી છે. જેમાં રોડ એન્ડ બિલ્ડીંગ, ટેક્સ, વોટર સપ્લાય કમિટીનો સમાવેશ થાય છે. નોંધનીય છેકે છેલ્લા કેટલાક સમયથી ફક્ત ભાજપના કોર્પોરેટર જ નહી, પરંતુ મેયર અને ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન , શાષક પક્ષ નેતા અને દંડક સહીતના મુખ્ય પાંચ હોદ્દેદારોનું પણ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા સામે શીતયુધ્ધ ચાલી રહ્યુ છે.

કોર્પોરેશન તંત્રમાં એ પણ ચર્ચાઓ છે કે શહેરના કોઇપણ મોટા પ્રોજેક્ટના અમલીકરણ કરતા પહેલા કમિશ્નર આ શાષકોને વિશ્વાસમાં જ નથી લેતા. હાલમાં સીજી રોડ નવીનીકરણ પ્રોજેક્ટ, જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ જેવા મુદ્દે પણ કમિશ્નરે શાષકોને કોઇજ માહિતી આપી ન હતી. મહત્વનુ છેકે કમિશ્નરના આ પ્રકારના વર્તનની કેટલીય વાર ભાજપમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ મ્યુનિસિપલ કમિશ્નર પર મુખ્યમંત્રીની સીધી સૂચનાથી નિમણૂંક થઇ હોવાથી કમિશ્નર ભાજપના નેતાઓને તેમનુ સ્થાન બતાવી દે છે. પરંતુ હવે ભાજપી સભ્યોએ આ કમિશ્નર સામે ખુલ્લેઆમ મોરચો ખોલી દીધો છે.  એએમટીએસ બસોને બીઆરટીએસ કોરીડોરની બહાર ચલાવવાના નિર્ણય અંગે પણ કમિશ્રરે ખૂદ એએમટીએસ કમિટીને ચેરમેન સાથે કોઇ વાત કરી ન હોવાથી તેઓએ પણ પોતાની વ્યથા રજૂ કરી.

આ સમગ્ર મામલે બચાવની સ્થિતિમાં આવેલા મ્યુનિસિપલ કમિશનરે કામો બતાવવા ડેપ્યુટી કમિશનર પાસે ખુલાસા કરાવ્યા હતા. જેને પગલે ડે.કમિશનર આર.કે.મહેતાએ પત્રકારોને બોલાવીને ડોક્યુમેન્ટ બતાવ્યા હતા. જેમાં 2017માં રોડ મામલે 9 કરોડની રકમ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલી હતી. 3 કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા હતા. ચાર જેટલી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. 91 રસ્તા હતા 100 જેટલા કર્મચારીઓ કામ કરતા હતા.આવતા વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે. તેવામાં શાષક પક્ષનો વહીવટી વડા સાથનો વિખવાદ જે રીતે જાહેરમાં આવી ગયો છે, તેને જોતા ભાજપના વિકાલલક્ષી કાર્યોના અમલીકરણના એજન્ડા ઉપર મોટી અસર કરી શકે છે. ત્યારે જોવાનુ છે કે આ વિવાદ બાદ કોણો હાથ ઉપર રહે છે.

(5:33 pm IST)
  • " કબૂતરોનો ભારત પ્રેમ " : પાકિસ્તાનથી છોડાતા પાળેલા કબુતરો ભારતમાં આવ્યા પછી પાછા જવાનું નામ લેતા નથી : પાકિસ્તાનના કબૂતરબાજો ચિંતામાં access_time 8:10 pm IST

  • ભાવનગરમાં મંડપ કોન્ટ્રાકટર્સ, કેટરર્સ અને રેસ્ટોરન્ટ પર GSTનું ચેકીંગ: મોટાપાયે કરચોરી બહાર આવે તેવી શક્યતા access_time 9:08 pm IST

  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કાલથી કાશ્મીર સહીત ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે બરફવર્ષાનો પ્રારંભ access_time 10:14 pm IST