Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ખેડા જિલ્લામાં અકસ્માતની ભરમાર: ચાર જુદી-જુદી જગ્યાએ અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો: ૬ વ્યક્તિઓને ઈજા

ખેડા:  જિલ્લામાં પીપળાતા ગામની સીમ, સોનપુર પાટીયા તેમજ બામાગામ નજીક સર્જાયેલા જુદા-જુદા માર્ગ અકસ્માતોમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યાં હતાં. જ્યારે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના મરીડા ગામમાં ગાયત્રી હાઈસ્કૂલ નજીક બળવંતભાઈ ભીખાભાઈ ચૌૈહાણ પોતાના પરિવાર સાથે રહે છે. ગતરોજ સાંજના સમયે તેમના પત્નિ રાધાબેન, પુત્ર કિરણ અને સાસુ ગંગાબેન પિયાગો રીક્ષામાં નં. જીજે-૦૭, એટી-૯૧૯૨માં બેસી પીપળાતા ખાતે આવેલ આશાપુરી માતાના મંદિરે બાધા પુરી કરવા માટે ગયાં હતાં. દરમિયાન પિયાગો રીક્ષા પુરપાટ ઝડપે પીપળાતા ગામની સીમમાં વળાંક પરથી પસાર થતી હતી તે વખતે રીક્ષાના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતાં રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં રાધાબેન, ગંગાબેન તેમજ કિરણ રીક્ષામાંથી ફંગોળાઈ રોડ પર પટકાતાં ઈજાઓ પહોંચી હતી. આસપાસ એકત્રિત થયેલ લોકોએ સૌપ્રથમ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરી અકસ્માતની જાણ કરી હતી. જો કે કોઈ કારણોસર ૧૦૮ એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે પહોંચવામાં મોડુ થઈ જતાં ત્રણેય ઈજાગ્રસ્તોને રીક્ષામાં બેસાડી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા કિરણ (ઉં.૧૦)ને મૃત જાહેર કર્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત રાધાબેન અને ગંગાબેનન દાખલ કરીને સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી. બનાવ અંગે બળવંતભાઈ ભીખાભાઈ ચૌહાણની ફરિયાદને આધારે નડિયાદ રૂરલ પોલીસે પીયાગો રીક્ષાના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કઠલાલ તાલુકાના અરાલ ગામમાં રહેતાં મુકેશભાઈ ગણપતભાઈ ડાભી અને અનિલભાઈ શનાભાઈ ચૌહાણ ગતરોજ મોડી સાંજના સમયે બાઈક નં. જીજે-૨૭, સીએ-૨૫૮૪ લઈ મહેમદાવાદ તાલુકાના મોદજ તાબે સોનપુર પાટીયા નજીકથી ગતરોજ મોડી સાંજના સમયે પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે સામેથી આવતા એક નંબરપ્લેટ વગરના નવા બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. બંને બાઈકો સામસામે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં બંને બાઈકો પર સવાર ચારેય વ્યક્તિઓ બાઈક પરથી ફંગોળાઈ રોડ પર પટકાયાં હતાં. અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલા ચારેય ઈસમોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ખાત્રજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જો કે ગંભીર ઈજાને કારણે બંને બાઈકના ચાલકો યોગેશભાઈ દલપતભાઈ ચૌહાણ (રહે.સોજાલી,તા.મહેમદાવાદ) અને મુકેશભાઈ ગણપતભાઈ ડાભી (રહે.અરાલ,તા.કઠલાલ) ને ફરજ પરના તબીબે મરણ જાહેર કર્યાં હતાં. જ્યારે અજયભાઈ ફતાભાઈ ચૌહાણ (રહે.સોજાલી,તા.મહેમદાવાદ) અને અનિલભાઈ શનાભાઈ ચૌહાણ હાલ દવાખાનામાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે. બનાવ અંગે મહેમદાવાદ પોલીસે વિનોદભાઈ મગનભાઈ ચૌહાણની ફરિયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. માતર તાલુકાના બામાગામ બસસ્ટેન્ડ નજીકથી પુરપાટ ઝડપે પસાર થતાં મહેન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નં. જીજે-૨૩, એટી-૦૩૨૭ના ચાલકે પોતાનું વાહન બેદરકારી zપૂર્વક હંકારી વર્ષીય ધ્રુવ માનસીંગભાઈ વાઘેલાને અડફેટે લઈ ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે માનસીંગભાઈની ફરિયાદને આધારે લીંબાસી પોલીસે પીકઅપ ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે કઠલાલ તાલુકાના ગોગજીપુરાના સમડીયા વિસ્તારમાં રહેતાં અજીતસિંહ મોહનસિંહ ઝાલા આજરોજ સવારના સમયે કઠલાલ-અમદાવાદ રોડ પર આવેલ સોમનાથ મહાદેવજીના મંદિર નજીક રોડ ક્રોસ કરતાં હતાં. ત્યારે પુરપાટ ઝડપે પસાર થતાં બાઈક નં. જીજે-૦૧, એફઝેડ-૫૨૩૩ના ચાલકે અજીતસિંહને અડફેટે લઈ ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે અજીતસિંહ ઝાલાની ફરિયાદને આધારે કઠલાલ પોલીસે બાઈકચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:05 pm IST)
  • અમેરિકાના જર્સી શહેરમાં ગોળીબાર ચાલુ : ઇમર્જન્સી એલર્ટ : બે ઓફિસરો ઘવાયાંના અહેવાલ :ન્યુ જર્સીમાં એક્ટિવ શૂટર સિચ્યુએશન : લોન્ગ ગન સાથે એક શખ્શ ફાયરિંગ કરી રહયો છે ન્યૂજર્સીના greenvilla વિસ્તારમાં 12 સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે : ત્રીસેક મિનિટ પહેલાની ઘટના access_time 12:33 am IST

  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કાલથી કાશ્મીર સહીત ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે બરફવર્ષાનો પ્રારંભ access_time 10:14 pm IST

  • જીજ્ઞેશ મેવાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લગતા ખરડાની નકલ સળગાવી : સ્ટેચ્યુ સબંધી ઓથોરીટી રચવાનો કાયદો આદિવાસીઓની જમીન પડાવવા માટેનો હોવાનો આક્ષેપ : કાળો કાયદો ગણાવી વિધાનસભા સંકુલમાં અપક્ષ ધારાસભ્યએ કાંડી ચાંપી access_time 4:19 pm IST