Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

૧૮થી ૨૨ ડિસેમ્બર ઊંઝામાં યોજાશે લક્ષચંડી મહાયજ્ઞા: મહિલાઓ માટે સ્તન કેન્સર સ્ક્રીનીંગનુ વિના મુલ્યે મેઘા કેમ્પનું આયોજન

ઊંઝા: શહેરમાં ૧૮થી ૨૨ ડિસેમ્બર દરમિયાન યોજાનાર ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞામાં મહિલાઓ માટે સ્તન કેન્સર સ્ક્રીનીંગનુ વિના મુલ્યે મેઘા કેમ્પનું આયોજન ઉમિયા માતાજી સંસ્થાન તથા ઊંઝા એપીએમસી અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ મારફતે થઈ રહ્યું છે. જેમાં ૨૫૦૦ ઉપરાંત બહેનોની સ્તન કેન્સરનું વિનામૂલ્યે ચેકીંગ હાથ ધરવામાં આવનાર છે. સંદર્ભે જિલ્લા આરોગ્ય વિભાગમાંથી ર્ડા.શુકલાબેન તથા ર્ડા.સ્મીતાબેન જોષીના જણાવ્યા પ્રમાણે આજકાલ મહિલાઓ માટે સ્તન કેન્સરનો પ્રશ્ન સૌથી વધુ મુંઝવતો પ્રશ્ન છે. માટે બ્રેસ્ટ કેન્સર સ્કેનર મશીન દ્વારા ખાસ પ્રકારે ચેકીંગ હાથ ધરવા અભિયાન હાથ ધરાયું છે. જેમાં વપરાતી કાર્ટીઝ કે જેની કિંમત લાખ રૃપિયા થાય તે તમામ ખર્ચ એપીએમસી ઊંઝાએ આપ્યાની જાહેરાત કરી સહયોગ કર્યો છે. ગુજરાત સહિત ભારતભરમાં ૮૭૦૦ ઉપરાંત મહિલાઓ પ્રકારના ગંભીર રોગથી પીડાઈ છે. ઉમિયા લક્ષચંડી મહોત્સવમાં આવનાર તમામ બહેનો માટે ઉપરોક્ત અભિયાન દ્વારા લાભ આપવા કવાયત  હાથ ધરવામાં આવી છે.

(5:03 pm IST)