Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

સુરત: ક્રિકેટ રમતી વખતે અમદાવાદની બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજરનું મોત

સુરત: ઈચ્છાપોરમા ગઈકાલે બપોરે ક્રિકેટ રમતી વખતે અમદાવાદની બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજરની તબિયત લથડતા મોત થયુ હતું.નવી સીવીલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ રાજકોટમાં શ્યામલ વાતકા કોમ્પલેક્ષમા રહેતા અને હાલમાં અમદાવાદમાં રહેતા ૫૬ વર્ષીય મુકેશભાઈ વાડીલાલ પટેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદ ખાતે હેડ ઓફિસમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.ગઈ તા.7 મીએ તેઓ સુરત ખાતે બેન્કની પ્રિ રીવ્યુ મીટીંગમાં આવ્યા હતા. આ મિટિંગમાં રાજ્યના 50 થી 60 અધિકારીઓમાં બેંકના જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર અને ચીફ મેનેજર સહિતના અધિકારીઓ હતા. રવિવારે ઇચ્છાપોર ખાતે દેવ વિલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતું.  ગઈકાલે બપોરે મુકેશભાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફિલ્ડીંગ ભરતા હતા. ત્યારે અચાનક તેમની તબિયત લથડતા ઢળી પડયા હતા.  તાકીદે સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલ બાદ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તે મૂળ વડોદરાના વતની હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આ અંગે ઈચ્છાપોર પોલીસ તપાસ હાથ ધરી છે.

(5:01 pm IST)
  • પી.પી.એફ.અને નાની બચત યોજનાઓ ઉપર મળતા વ્યાજમાં ઘટાડો કરો : RBI નું કેન્દ્ર સરકારને સૂચન : પોસ્ટ ઓફિસમાં મળતા વધુ વ્યાજને કારણે બેંકોની ડિપોઝીટ ઘટી રહી છે : સસ્તી લોન આપવામાં મુશ્કેલી access_time 12:43 pm IST

  • જીએસટી કાઉન્સીલે નિયુકત કરેલા રેવન્યુ બાબતના ઓફીસરોની એક મહત્વની બેઠક અત્યારે સાંજે પૂરી થઇ જેમાં આ અધિકારીઓએ ૫% જીએસટીનો સ્લેબ વધારીને ૮ % કરવાનો અને ૧૨ % જીએસટીનો સ્લેબ વધારીને ૧૫ ટકા કરવાની ભલામણ કરી છે (ન્યુઝ ફર્સ્ટ દ્વારા) access_time 5:27 pm IST

  • જીજ્ઞેશ મેવાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લગતા ખરડાની નકલ સળગાવી : સ્ટેચ્યુ સબંધી ઓથોરીટી રચવાનો કાયદો આદિવાસીઓની જમીન પડાવવા માટેનો હોવાનો આક્ષેપ : કાળો કાયદો ગણાવી વિધાનસભા સંકુલમાં અપક્ષ ધારાસભ્યએ કાંડી ચાંપી access_time 4:19 pm IST