Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

વઢવાણા સરોવરમાં શિયાળામાં નવા પક્ષીઓનું આગમન

વડોદરા:  હજારો માઈલનું અંતર કાપીને આવતા દેશ-વિદેશના રંગબેરંગી પક્ષીઓ શિયાળાની ઋતુમાં વઢવાણા સરોવરની નૈસર્ગિક રમણીયતા ઓર વધારી દે છે. કુદરતી સૌંદર્યમાં ઉમેરાતો પક્ષીઓનો મધુર અવાજ પક્ષી પ્રેમીઓને તેમની તરફ ખેંચી લાવે છે. વર્ષે પણ પક્ષીઓના નાના સ્વર્ગ તરીકે ઓળખાતા સરોવરમાં ૨૦૦થી વધારે પ્રજાતિના ૩૨૫૦૬ પક્ષીઓ આવ્યા છે.વન વિભાગ દ્વારા દર વર્ષે બે વાર ડિસેમ્બર અને ફેબુ્રઆરીના અંતમાં સરોવર તેમજ તેની આસપાસના તળાવો અને ખેતરોમાં માઈગ્રેટરી પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે. વન વિભાગના અધિકારી એફ ખત્રીએ કહ્યું કે, માઈગ્રેટરી પક્ષીઓનું આગમન નવેમ્બર મહિનામાં અને ગરમી શરુ થતાં માર્ચ મહિનામાં પોતાના દેશ જવા ઉડાણ ભરવાનું શરુ કરી દે છે. દર વર્ષે હજારોની સંખ્યામાં પક્ષીઓ યુરોપ, ચીન, સાઉદી અરેબિયા, યુક્રેન તેમજ ભારતમાંથી લદાખ, માન સરોવર અને નળ સરોવરથી આવીને વઢવાણા તળાવ ખાતે ચાર મહિના રોકાણ કરે છે. વર્ષે પ્રથમવાર ૧૫થી ૧૭ લાલ ચાંચ કારચિયા વિશેષ અતિથિ બન્યા છે. એમ.એસ.યુનિ.ના ઝુઓલોજી વિભાગના પ્રો.દેવકરે કહ્યું કે, યુરોપથી આવતું પક્ષી ગુજરાતમાં અને ખાસ કરીને વડોદરાની આસપાસ ફક્ત શિયાળામાં માંડ એક-બે જોવા મળે છે. પરંતુ વર્ષે ગુજરાતમાં પ્રથમવાર વઢવાણા સરોવરમાં સમુહમાં જોવા મળ્યા છે. પક્ષીની વિશેષતા છે કે તે પાણીમાં ઉંડે સુધી ડૂબકી મારી શકે છે. એટલે જ્યાં લાલ ચાંચ કારચિયો હોય ત્યાં પાણી ઉંડુ હોય તેવું માનવામાં આવે છેવન વિભાગના અધિકારીએ કહ્યું કે, વઢવાણા સરોવર દર વખતે નવેમ્બરમાં ૨૫ ટકા જેટલું ખાલી થઈ જાય છે જેથી પક્ષીઓ સહેલાઈથી ખોરાક મેળવી શકે પરંતુ વર્ષે તળાવ છલોછલ હોવાથી પક્ષીઓ અન્ય સ્થળે  સ્થળાંતર કરી રહ્યા છે.

(4:58 pm IST)