Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

મધ્યરાત્રે કારમાં ગાંજાની હેરફેર કરતા ત્રણને આણંદ પોલીસે ઝપડયા

આણંદ:  જિલ્લા ટ્રાફિક પોલીસે આજે રાત્રીના સુમારે બીલપાડ પાસેથી એક ફોર વ્હીલરમાં ગાંજાની હેરાફેરી કરતાં ત્રણ જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હોવાનુ જાણવા મળ્યું છે. લખાઈ રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેને લઈને વધુ કોઈ માહિતી મળી શકી નથી. પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ આજે આંકલાવ-ઉમેટા તરફ વાહનો ચેક કરી રહી હતી ત્યારે એક શંકાસ્પદ ફોર વ્હીલરનો ગંભીરાથી પીછો પકડીને બીલપાડ પાસે તેને ઝડપી પાડી હતી અને તલાશી લેતા અંદરથી ગાંજા જેવો પદાર્થ મળી આવ્યો હતો. જેથી આણંદ એફએસએલને જાણ કરતાં તેઓ નાર્કો કીટ લઈને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પકડાયેલા પદાર્થની ચકાસણી કરીને તે ગાંજો હોવાનું જણાવ્યું હતુ. જેથી પોલીસે અંગે એનડીપીએસ ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અંદાજે વીસેક કિલો જેટલો ગાંજો પકડાયો છે જેની કિંમત ૨૦ હજાર રૂપિયા જેટલી થવા જાય છે. હાલમાં તો પોલીસ દ્વારા પકડાયેલા ત્રણેયની પૂછપરછ ચાલી રહી છે અને ગાંજાનો જથ્થો તેઓ ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જતા હતા જેવી બાબતોની તપાસ ચાલી રહી છે.

(4:58 pm IST)
  • ભારત-રશિયા વચ્ચે સેનાની ત્રણે પાંખ વચ્ચેની લશ્કરી કવાયત 'ઇન્દ્રા'નો પ્રારંભ થયો access_time 2:25 am IST

  • જીએસટી કાઉન્સીલે નિયુકત કરેલા રેવન્યુ બાબતના ઓફીસરોની એક મહત્વની બેઠક અત્યારે સાંજે પૂરી થઇ જેમાં આ અધિકારીઓએ ૫% જીએસટીનો સ્લેબ વધારીને ૮ % કરવાનો અને ૧૨ % જીએસટીનો સ્લેબ વધારીને ૧૫ ટકા કરવાની ભલામણ કરી છે (ન્યુઝ ફર્સ્ટ દ્વારા) access_time 5:27 pm IST

  • અમેરિકાના જર્સી શહેરમાં ગોળીબાર ચાલુ : ઇમર્જન્સી એલર્ટ : બે ઓફિસરો ઘવાયાંના અહેવાલ :ન્યુ જર્સીમાં એક્ટિવ શૂટર સિચ્યુએશન : લોન્ગ ગન સાથે એક શખ્શ ફાયરિંગ કરી રહયો છે ન્યૂજર્સીના greenvilla વિસ્તારમાં 12 સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે : ત્રીસેક મિનિટ પહેલાની ઘટના access_time 12:33 am IST