Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ગુજરાત સ્ટેટ એડલ્ટ એજ્યુકેશન કાઉન્સીલના ઉપપ્રમુખપદે પ્રો.જે.એમ. પનારા

પ્રમુખ યજવંતભાઈ જનાણી - ચેરમેન ડો.મફતભાઈ પટેલ

રાજકોટ, તા. ૧૦ : ગુજરાત સ્ટેટ એડલ્ટ એજયુકેશન કાઉન્સિલ (ગુજરાત રાજય પ્રૌઢ શિક્ષણ પરિષદ) જે ઈન્ડીયન એડલ્ટ એજયુકેશન એસોસિએશન ન્યુ દિલ્હીની ઘટક રાજય શાખા છે. તેમની તાજેતરમાં અમદાવાદ ખાતે મળેલ કાર્યવાહક સમિતિની બેઠકમાં સૌરાષ્ટ્રના જાણીતા વકતા, લેખક, કાર્યક્રમ સંચાલક અને કેળવણીકાર પ્રો. ડો. જે. એમ. પનારાની નિમણૂંક કરવામાં આવી છે. પ્રમુખપદે જાણીતા રચનાત્મક કાર્યકર યશવંતભાઈ જનાણી, ચેરમેન પદે જાણીતા લેખક અને તંત્રી ડો. મફતભાઈ પટેલ (અમદાવાદ), મંત્રી તરીકે ગુજરાત વિધાપીઠ (અમદાવાદ) ના પ્રો. સંધ્યાબેન ઠાકર, સહમંત્રી તરીકે પૂર્વ સમાજ કલ્યાણ અધિકારી એલ.એસ. સૈયદ તથા ખજાનચી તરીકે જાણીતા ઉદ્યોગપતિ રાજેશભાઈ ગોંડલિયાની નિમણૂંક થયેલ છે.

પ્રો. ડો. જે. એમ. પનારા સૌરાષ્ટ્રની અનેકવિધ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને રચનાત્મક પ્રવૃત્તિઓના સંચાલક તથા માર્ગદર્શક રહ્યાં છે. તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી— રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ) ના નિયામક (૧૮ વર્ષ), સિન્ડીકેટ સભ્ય (બે ટર્મ), સેનેટ સભ્ય (બે ટર્મ), કણસાગરા મહિલા કોલેજના પ્રિન્સિપાલ, સૌરાષ્ટ્ર યુનિ. વિસ્તાર અધ્યાપક મંડળના પ્રમુખ તથા મહામંત્રી (બે ટર્મ), હિન્દી અનુસ્નાતક કેન્દ્રના પ્રો. ઈન્ચાર્જ, હિન્દી વિષયના વિભાગાધ્યક્ષ તથા ઉમિયા પરિવારના માસિક પત્રિકાના તંત્રી તરીકે સેવાઓ આપેલ છે.

હાલ તેઓ સૌરાષ્ટ્રની જાણીતી ફિલ્ડમાર્શલ તથા ગોવાણી કન્યા છાત્રાલય-રાજકોટમાં કેમ્પસ ડાયરેકટર, ઉમિયા પરિવાર મેગેજીનના સંપાદક, ઓરપેટ ઓમની એજયુકેશનલ ટ્રસ્ટના (પાટીદાર આઈએએસ એકેડેમી) ટ્રસ્ટી, યુ.વી. એજયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી, શ્રી ઉમિયાજી પરિવાર એજયુકેશન ટ્રસ્ટ- તરઘડીના કારોબારી સભ્ય, ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટના કારોબારી સભ્ય તથા ઈન્ડીયન એડલ્ટ એજયુકેશન ઓસો. - ન્યુ દિલ્હીના આજીવન સભ્ય તરીકે સેવાઓ આપી રહ્યા છે.

ઈ.સ. ૨૦૦૭ માં ગુજરાત રાજયના બેસ્ટ એનએસએસ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટરનો એવોર્ડ તથા ઈ.સ. ૧૯૯૫માં ગુજરાત રાજયના બેસ્ટ એનએસએસ પ્રોગ્રામ ઓફિસરનો એવોર્ડ ગાંધીનગર ખાતે રાજયપાલના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય કક્ષાના ઈન્દીરા ગાંધી નેશનલ એનએસએસ એવોર્ડ - ન્યુ દિલ્હી માટે પણ તેમના નામનું નોમિનેશન કરવામાં આવ્યું હતું. આ સિવાય પણ બીજા અનેક એવોર્ડ, શિલ્ડ અને સન્માનપત્રથી તેઓ સન્માન્તિ થઈ ચૂકયાં છે. એનએસએસમાં મીની યુથ- ફેસ્ટીવલ તરીકે ઓળખાતો 'યુવા-અસ્મિતા સમારોહ' વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બન્યો હતો. તેઓની ૭૦ થી વધારે વધુ વાર્તાઓ ઓલ ઈન્ડીયા રેડિયો-રાજકોટ પર થી પ્રસારિત થઈ ચૂકી છે.

પોલીસ એડવાઈઝરી બોર્ડ, ગવર્મેન્ટ હોસ્પીટલ એડવાઈઝરી બોર્ડ તથા સ્પેશ્યલ હોમ ફોર બોયઝમાં સરકાર નિયુકત સભ્ય તરીકે તેઓની નિમણૂંક થયેલી હતી. ઉમિયા માતાજી મંદિર ટ્રસટ- સીદસરના કારોબારી સભ્ય, શિક્ષણ સમિતિના સભ્ય તથા રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા ફૈમીલી પ્લાનીંગ એસોસીએશન ઓફ ઈન્ડીયા (એફપીએઆઈ) માં સેવાઓ પ્રદાન કરેલી છે.

ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા આગામી તા. ૧૮ થી રર ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન આયોજિત લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના મીડિયા કન્વીનર (રાજકોટ) તરીકે ઉઝા મંદિર દ્વારા તેઓની નિમણૂંક થયેલ છે. પ્રો.ડો.જે.એમ. પનારાને મો. ૯૪૨૬૯ ૪૨૫૦૩ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(3:57 pm IST)
  • અમેરિકાના જર્સી શહેરમાં ગોળીબાર ચાલુ : ઇમર્જન્સી એલર્ટ : બે ઓફિસરો ઘવાયાંના અહેવાલ :ન્યુ જર્સીમાં એક્ટિવ શૂટર સિચ્યુએશન : લોન્ગ ગન સાથે એક શખ્શ ફાયરિંગ કરી રહયો છે ન્યૂજર્સીના greenvilla વિસ્તારમાં 12 સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે : ત્રીસેક મિનિટ પહેલાની ઘટના access_time 12:33 am IST

  • ભાવનગરમાં મંડપ કોન્ટ્રાકટર્સ, કેટરર્સ અને રેસ્ટોરન્ટ પર GSTનું ચેકીંગ: મોટાપાયે કરચોરી બહાર આવે તેવી શક્યતા access_time 9:08 pm IST

  • જીએસટી કાઉન્સીલે નિયુકત કરેલા રેવન્યુ બાબતના ઓફીસરોની એક મહત્વની બેઠક અત્યારે સાંજે પૂરી થઇ જેમાં આ અધિકારીઓએ ૫% જીએસટીનો સ્લેબ વધારીને ૮ % કરવાનો અને ૧૨ % જીએસટીનો સ્લેબ વધારીને ૧૫ ટકા કરવાની ભલામણ કરી છે (ન્યુઝ ફર્સ્ટ દ્વારા) access_time 5:27 pm IST