Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

શિપિંગ અને ફિશીંગ ઇન્ડસ્ટ્રીમાં માલદીવ-ગુજરાત વચ્ચે વિકાસની વિપૂલ સંભાવનાઓઃ વિજયભાઇ રૂપાણી

માલદીવની સંસદ પીપલ્સ મજલીસનું ઓલ પાર્ટી ડેલીગેશન મુખ્યમંત્રીની સૌજન્ય મૂલાકાતેઃ ગુજરાત માલદીવના પરસ્પર સંબંધો સુદ્રઢ કરવામાં આ મુલાકાત મહત્વપૂર્ણ બનશે : માલદીવની સંસદના અધ્યક્ષ શ્રી મોહમદ નશીદના નેતૃત્વમાં ગુજરાત પ્રવાસે ૧૦ સભ્યોનું પ્રતિનિધિમંડળઃ ગુજરાતમાં સામુદ્રિક વેપાર વણજ-સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સ્વાયત્ત્।નો અભ્યાસ કરશે

ગાંધીનગર, તા. ૧૦ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સૌજન્ય મૂલાકાત માલદીવ પ્રજાસત્ત્।ાક રાષ્ટ્રની સંસદ પીપલ્સ મજલીસના અધ્યક્ષ શ્રીયુત મોહમદ નશીદના નેતૃત્વના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં લીધી હતી.

 માલદીવમાં ૮૭ સદસ્યોનું સંખ્યાબળ ધરાવતી સંસદ પીપલ્સ મજલીસના આ ઓલ પાર્ટી ડેલિગેશનની ગુજરાત મૂલાકાતનો હેતુ રાજયના સામુદ્રિક વેપાર વણજ, ઊદ્યોગ વિકાસ તેમજ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સ્વાયતતાના અભ્યાસનો છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રતિનિધિમંડળને ગાંધી-સરદાર-નરેન્દ્રભાઇ મોદીની ધરતી પર ઉષ્માપૂર્ણ આવકાર આપતાં કહ્યું કે, ઓલ પાર્ટી ડેલિગેશનનો આ પ્રવાસ માલદીવ-ગુજરાત બેયના પરસ્પર સંબંધોની ભૂમિકા વધુ ગાઢ બનાવશે

શ્રી વિજયભાઇ રૂપાણીએ ૧૬૦૦ કિ.મી. લાંબો સમૂદ્ર કિનારો ધરાવતા ગુજરાતના બંદરો ભારતની સામૂદ્રિક વેપાર પ્રવૃત્ત્િ।ના પ્રવેશદ્વાર બન્યા છે તેની વિગતો આપતાં જણાવ્યું કે, શિપિંગ અને ફિશીંગ ઇન્ડસ્ટ્રીમાં માલદીવ-ગુજરાત વચ્ચે વિકાસની વિપૂલ સંભાવનાઓ રહેલી છે.

માલદીવ સંસદના અધ્યક્ષ શ્રી મોહમદ નશીદે પણ ગુજરાત સાથે ૧૭ મી ૧૮ મી સદીથી માલદીવના સામૂદ્રિક વેપાર વણજ સંબંધો છે તેમજ અન્ય દેશોમાંથી માલદીવના પ્રવાસે આવનારી સૌ પ્રથમ ગુજરાતી કોમ્યુનિટી હતી તેની યાદ તાજી કરી હતી.

ંતેમણે ઉમેર્યુ કે, ગુજરાતથી ફારઇસ્ટના દેશોમાં મોકલવામાં આવતી ચીજવસ્તુઓ-વેપાર વણજ બહુધા માલદીવના સમુદ્ર માર્ગે થઇને જ જાય છે.

 આ સંદર્ભમાં માલદીવ સંસદના અધ્યક્ષે માલદીવ ભારત ગુજરાત વચ્ચે દરિયાઇ માલવહન યાતાયાતના સંયોજનની દિશામાં ભારત સરકાર – ગુજરાત સરકાર બેય સકારાત્મક રીતે વિચારે તેવો અનુરોધ કર્યો હતો.

તેમણે ઉમેર્યુ કે, માલદીવને મેરિટાઇમ હબ બનાવવાની તેમના રાષ્ટ્રની મનસામાં આ પ્રયાસ મહત્વપૂર્ણ બની રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ પણ આ વિષયે વધુ અભ્યાસ કરીને ભારત સરકાર સાથે પરામર્શ કરવાની ધરપત આપી હતી.

આ મૂલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, અગ્ર સચિવ શ્રી મનોજકુમાર દાસ તથા સચિવ શ્રી અશ્વિનીકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ શ્રીયુત મોહમ્મદ નશીદને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ શુભેચ્છા રૂપે અર્પણ કરી હતી.

(2:46 pm IST)
  • લાંચ પ્રકરણમાં સંડોવણી બાદ સુરત કોંગ્રેસની આકરી કાર્યવાહી : મહિલા કોર્પોરેટર કપિલા પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા : લાંચ પ્રકરણ અંગે શહેર કોગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષાએ જાણ કરાઈ : પ્રદેશકક્ષાએથી મળેલ નિર્દેશ મુજબ શહેર પ્રમુખે કપિલા પટેલને કર્યા સસ્પેન્ડ access_time 10:57 pm IST

  • પી.પી.એફ.અને નાની બચત યોજનાઓ ઉપર મળતા વ્યાજમાં ઘટાડો કરો : RBI નું કેન્દ્ર સરકારને સૂચન : પોસ્ટ ઓફિસમાં મળતા વધુ વ્યાજને કારણે બેંકોની ડિપોઝીટ ઘટી રહી છે : સસ્તી લોન આપવામાં મુશ્કેલી access_time 12:43 pm IST

  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કાલથી કાશ્મીર સહીત ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે બરફવર્ષાનો પ્રારંભ access_time 10:14 pm IST