Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

આરોપીના વસ્ત્રો-ઉપવસ્ત્રો પણ એફએસએલમાં મોકલી ખુટતા પુરાવા જોડાશેઃ અનુપમસિંહ ગેહલોત

વડોદરા દુકર્ષ્મના આરોપીઓને કડકમાં કડક સજા કરાવવા કાયદે આઝમો સાથે પરામર્શ કર્યા બાદ ચાર્જશીટ રજુ કરાશેઃ પોલીસ કમિશ્નર : સગીરાને ભ્રમમાં નાખવા માટે આરોપીઓએ પોતે પોલીસ ખાતાના સ્ટાફ હોય તે રીતે બનાવટી ફોન કોલ્સ કરેલો

રાજકોટ, તા., ૧૦: સમગ્ર ગુજરાતમાં   જે પ્રકરણ ૧૦-૧૦ દિવસ સુધી હોટ ટોપીક  બનેલ તેવા વડોદરાના નવલખી મેદાનમાં સગીરા પર મૂળ વડોદરા તરસાઇના  ક્રિષ્ના તથા રાજકોટ જીલ્લાના જસદણ પંથકના જસાએ કરેલ સામુહીક બળાત્કાર મામલામાં  પોલીસ કમિશ્નર અનુપમસિંહગેહલોતના માર્ગદર્શન હેઠળની ટીમે અદાલતમાં રજુ કરી ૮ દિવસના રિમાન્ડ માંગવા સાથે ઘટના સ્થળ એવા નવલખી મેદાન પર આરોપીઓને સાથે રાખી રીકન્સ્ટ્રકશન કરી ઝીણવટભરી પુછપરછ કરતાસમયે લોકોના ટોળાને ટોળા એકઠા થયા હતા.

આરોપીઓને પોલીસ તેમના રહેઠાણ પર લઇ જઇ અને સ્થળ પર પણ પંચનામું કરેલ. લોકોની ભારે ભીડ જોઇ પોલીસે મોટો કાફલો ઉતારવો પડયો હતો.

આરોપીઓ આ અગાઉ અન્ય કોઇ દુષ્કર્મ કે બીજા ગુન્હાઓમાં સંડોવાયા છે કે  કેમ? તેની તપાસ મોડે સુધી થયાનું પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેઓએ વિશેષમાં જણાવેલ કેતમામ પુરાવાઓ એકઠા કરી ફોરેન્સીક ટેસ્ટ માટે મોકલી આપશું. આરોપીની પુછપરછ કરી ખુટતી વિગતો મેળવી આ માટે નિમાયેલ ખાસ પ્રોસીકયુટર અનિલભાઇ દેસાઇ સાથે પરામર્શ કરી ફુલપ્રુફ ચાર્જશીટ રજુ કરશું તેઓએ જણાવેલ કે  ૧૪ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અદાલતે ૮ દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.

અનુપમસિંહ ગેહલોતે જણાવેલ કે બંન્ને આરોપીઓ સામે કલમ ૩૭૬ ડીએનો ઉમેરો કરવા માટેની મંજુરી માંગવામાં આવી હતી જે મંજુરી મળી ગયેલ છે. આરોપીઓના વસ્ત્રો-ઉપવસ્ત્રો કબ્જે કરવામાં આવશે, કયાંથી ભાગ્યા'તા, કોણે આશરો આપેલો? જે દંડાથી માર મારેલો તે દંડો કબ્જે કરવામાં આવશે.  આરોપીઓએ એક તબક્કે ફરીયાદીને પોતે પોલીસ હોવાનો ભ્રમ પેદા કરવા બનાવટી ફોન કોલ પણ કર્યાનું બહાર આવ્યાનું જણાવેલ.

(1:16 pm IST)