Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

લગ્નનો પ્રસ્તાવ મૂકીને ભાણિયાએ માસી સાથે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું

અન્ય સાથે લગ્ન નક્કી થતા સબંધો કાપી નાખ્યા : મૂળ પોરબંદરની યુવતીએ ભાણીયા,તેની માતા,બહેન અને ફિયાન્સ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

અમદાવાદનાં આનંદનગર વિસ્તારમાં રહેતી મૂળ પોરબંદરની 28 વર્ષીય યુવતી જે ઘરકામ કરે છે તેણીએ પોતાના ભાણિયા વિરુદ્ધ લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યા અંગેની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટશને નોંધાવી છે. આ ફરિયાદ મુજબ  ભાણિયાએ લગ્નનો પ્રસ્તાવ મૂકીને પરિવારના સભ્યોને સમજાવવાની ખાતરી આપી માસી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અન્ય યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કરી માસી સાથે સંબંધો કાપી નાંખ્યા હતા.

આનંદનગર પોલીસ સ્ટેશનમાં મૂળ પોરબંદરની અને હાલમાં શહેરમાં રહેતી રેખા (નામ બદલ્યું છે)એ તેના ભાણિયા વિનોદ (નામ બદલ્યું છે), વિનોદની માતા, બહેન અને ફિયાન્સ વિરુદ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદ મુજબ રેખા વર્ષ 2009માં એમબીએ કરવા માટે પોરબંદરથી અમદાવાદ આવી હતી. તે સમયે રેખાની તેના મામાની દીકરીના બોપલ સ્થિત ઘરે અવરજવર રહેતી હતી. તે દરમિયાન સપના સમક્ષ તેની પિતરાઈ બહેનના પુત્ર વિનોદએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.

જો કે, રેખાએ આપણે એક જ્ઞાતિના હોવાથી આ સંબંધ પરિવાર મંજૂર નહી રાખે. તે સમયે વિનોદએ પરિવારને હું સમજાવીશ તેમ કહી રેખા સાથે અવારનવાર શારિરીક સંબંધો બાંધ્યા હતા. બાદમાં રેખાને જાણ થઈ કે વિનોદના લગ્ન માટે અન્ય યુવતી સાથે વાત ચાલી રહી છે. રેખાએ આ બાબતે વિનોદ સાથે વાત કરતાં તેણે રેખા સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો. અને જણાવ્યું હતું કે મારી ફીયાન્સી કેનેડા અભ્યાસ માટે ગઇ છે તે આવતાની સાથે જ અમો લગ્ન કરી લઇશું. અને આ વિશે તું કોઇને જાણ કરીશ તો તારા અશ્લીલ ફોટા વાયરલ કરી દઇશ અને તને જોઇ લઇશ તેવી ધમકી પણ આપી હતી.

(11:33 pm IST)