Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ઇન્સ્ટગ્રામ એકાંઉન્ટ હૅન્ક કરી મદદના નામે મેસેજ મોકલી છેતરપીંડી : ભેજાબાજ વિદ્યાર્થી ઝડપાયો

સુરત : ટેક્નોલોજીની મદદથી અનેક ભેજાબાજો લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે, ત્યારે એક છેતરપીંડીની ઘટના સુરતમાં સામે આવી છે. એક ભેજાબાજ યુવાનને પોલીસે ઝડપી પડ્યો છે, જે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ હેક કરીને યુવાનના મિત્રો પાસેથી મદદના નામે રૂપિયા પડાવ્યા હતા. સાઇબર ક્રાઇમમાં ફરિયાદ થતા છેતરપિંડી કરનાર વિધાર્થીને પોલીસે ઝડપી પડ્યો હતો

   મૂળ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડુંગર ગામમાં રહેતા આરોપી વિદ્યાર્થી તરૂણ શિવકુમાર ત્યાગીએ વોટસએપ પર અલગ અલગ ગ્રુપમાં એક લિંક શેર કરીને, પોતાના ગ્રુપમાં જોડાવા માટે સંખ્યાબંધ લોકોને નિમંત્રણ આપ્યું હતું. આ લિંકનો ઉપયોગ કરીને ફરિયાદી ભેજાબાજ તરૂણના વોટસએપ ગ્રુપમાં જોડાયો હતો, જેનો સીધો ફાયદો લઇને તરૂણ નામના આ ભેજાબાજ વિદ્યાર્થીએ એક ફરિયાદીનું ઇન્સ્ટાગ્રામ પરનું એકાઉન્ટ હેક કરી નાંખ્યું હતું અને વિધાર્થી દ્વારા આ યુવકના મિત્રોને યુવાનના નામે એવા મેસેજ કર્યા હતા કે તેને રૂપિયાની આવશ્યકતા છે, તેથી તેઓ તેને મદદ કરે, આ પ્રમાણેના મેસેજ મોકલીને તેણે રૂપિયા 5 હજાર 600 પડાવ્યા હતા.

  આ મામલે જ્યારે ફરિયાદીને ખ્યાલ આવતા તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તરૂણ ત્યાગીને ઝડપી લેવામાં આવ્યો છે. હાલમાં તેની પુછપરછ ચાલુ છે અને તેણે આ પ્રકાના અન્ય ગુના આચર્યા છે કે કેમ તે અંગે પણ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

(10:03 pm IST)