Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

રાજ્યના વધુ છ GAS અધિકરીઓની બદલી : ગાંધીનગરના યુએલસીના ડે ,સેક્રેટરી એ,બી,પટેલને દેવભૂમિ દ્વારકા મુકાયા

રાજકોટ :રાજ્યના વધુ છ જીએએસ અધિકારીઓની બદલી કરાઈ છે જેમાં ગાંધીનગર સશીલવાલયમાં અર્બન લેન્ડ સીલિંગ રેવન્યુ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી સેક્રેટરી તરીકે ફરજ બજાવતા એ,બી,પટેલને દેવભૂમિ દ્વારકાના રેસિડન્ટ એડિશનલ કલેકટર તરીકે નિમણુંક આપવામાં આવી છે

 તેઓની જગ્યાએ કંટ્રોલર ઓફ ફૂડ ડેપ્યુટી સેક્રેટરી તરીકે અમદાવાદ ખાતે ફરજ બજાવતા પી,એન પટેલ મકવાણાને મુકવામાં આવ્યા છે

   ડો,,આંબેડકર અંત્યોદય ડેવલોપમેન્ટ કોર્પોરશન ગાંધીનગર ખાતે મેનેજીંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા જી,એસ,પરમારને ટ્રીબલ એરિયા સબ પ્લાન બનાસકાંઠા પાલનપુર મુકામે પ્રોજેક્ટ એડ્મીનીસ્ટ્રેટ તરીકે મુકાયા છે તેઓ આર,વી,વાળાને અપાયેલો વધારાનો ચાર્જ સાંભળી લેશે

  ડીસ્ટ્રીકટ રૂરલ ડેવલોપમેન્ટ એજન્સી ભરૂચમાં ડિરેક્ટરની ખાલી પડેલી જગ્યા ઉપર પંચાયતી રાજ એન્ડ રૂરલ દિવલોપમેન્ટ  ઇસ્ટિટ્યૂટ જૂનાગઢમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા જે,આર,પરમારને મુકાયા છે

  ડીસ્ટ્રીકટ રૂરલ ડેવલોપમેન્ટ એજન્સી આણંદ મુકામે ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા બી,એન,પટેલને પી,એન,મકવાણાની જગ્યાએ અમદાવાદ ખાતે કંટ્રોલર ઓફ ફૂડ તરીકે મુકાવામાં આવ્યા છે

   બી,એન,પટેલની જગ્યાએ એડિશનલ કલેકટર (નર્મદા )તરીકે વાદદાર ખાતે ફરજ બજાવતા આર,એમ,ખાંટને મુકાયા છે

(8:37 pm IST)