Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

વાસદની સહકાર હોટલ નજીકથી પોલીસે 23 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

વાસદ:ની સહકાર હોટલ પાસેથી ટ્રાન્સપોર્ટના સામાનની વચ્ચે છુપાવીને, તારાપુર-વટામણ રોડ ઉપર કારમા ગુપ્ત ખાનું બનાવીને, વાસદ ચોકડીએથી આઈશર ટેમ્પામાં ઘરવખરીના સામાનની આડમાં તેમજ અમીન ઓટો પાસેથી સીમેન્ટના બ્લોકની વચ્ચે છુપાવીને લઈ જવાતો ૪૦૫ પેટી વિદેશી દારૂ ઝડપાયો હતો 
પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૨૭મી નવેમ્બરના રોજ આણંદના એસઓજી પોલીસે વાસદની સહકાર હોટલ પાસેથી એક કન્ટેનરને ઝડપી પાડીને સાયકલ તેમજ ટ્રાન્સપોર્ટના વિવિધ સામાનની વચ્ચે છુપાવીને લઈ જવાતો ૧૧૭ પેટી વિદેશી દારૂ કે જેની કિંમત ૫.૬૧ લાખ રૂપિયા જેટલી થવા જાય છે તે ઝડપી પાડ્યો હતો. ગત ૩૦મી નવેમ્બરના રોજ આરઆર સેલ દ્વારા તારાપુર-વટામણ રોડ ઉપર આવેલા અરણેજ પાટીયા પાસે વોચ ગોઠવીને વીંગર કારના ઉપરના ભાગે ગુપ્ત ખાનું બનાવીને તેમાં ઈમ્પોર્ટેટ વિદેશી દારૂની ૧૫૯ બોટલો કે જેની કિંમત ૭.૩૮ લાખ રૂપિયા જેટલી થવા જાય છે તે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ ચોથી ડીસેમ્બરના રોજ આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આયશર ટેમ્પાને ઝડપી પાડીને ઘરવખરીના સામાનમાં છુપાવીને લઈ જવાતો ૪.૫૦ લાખની કિંમતનો ૧૨૫ પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ૫મી ડીસેમ્બરના રોજ આરઆર સેલ દ્વારા આણંદ-સોજીત્રા રોડ ઉપર આવેલા અમીન ઓટો નજીક વોચ ગોઠવીને એક ટાટા ૪૦૭ ટેમ્પાને ઝડપી પાડીને સીમેન્ટના બ્લોકની વચ્ચે બનાવેલા ગુપ્ત ખાનામાં છુપાવીને લઈ જવાતો ૫.૫૨ લાખનો ૧૫૦ પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 

(5:25 pm IST)