Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

નડિયાદના સોડપુરમાં દૂધ ઉત્પાદક મંડળીના તાળા તૂટ્યા : 23 હજારની મતાની ચોરી

નડિયાદ: તાલુકાના સોડપુર ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળી આવેલ છે. ગત તા. ૬-૧૨-૨૦૧૮ની રાત્રી સમયે કોઈ તસ્કરો દૂધ મંડળીના મકાનનું તાળું તોડી અંદર પ્રવેશી એલસીડી ટીવી રૂ. ૧૫૦૦ તથા તિજોરીમાંથી રૂ. ૨૨,૩૪૦ રોકડા મળી કુલ રૂ. ૨૩૮૪૦ની મત્તા ચોરી ગયા હતા. આ બનાવ અંગે પ્રવીણભાઈ પરસોત્તમભાઈ ઝાલાનું ફરિયાદ આધારે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

(5:24 pm IST)