Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

નડિયાદ-ઉત્તરસંડા રોડ નજીક મકાનમાંથી તસ્કરોએ લેપટોપ-મોબાઈલ ઉઠાવ્યા

નડિયાદ:નડિયાદ-ઉત્તરસંડા રોડ ઉપર નોલેજ હાઈસ્કૂલ સામે અર્જુન રેસીડેન્સીમાં ધ્યેય શૈલેષકુમાર પટેલ (મૂળ રે. વલસાડ) રહે છે. ગત તા. ૧-૧૨-૨૦૧૮ની રાત્રે ધ્યેય પોતાના રૂમના ટેબલ ઉપર લેપટોપ મૂકી તથા મોબાઈલ પથારી (બેડ) પર મૂકી સૂઈ ગયો હતો. 
આ દરમ્યાન રાત્રીના બે વાગ્યા પછી કોઈ તસ્કર રૂમમાં પ્રવેશી લેપટોપ રૂા. ૨૦,૦૦૦ તથા મોબાઈલ રૂા. ૧૨,૦૦૦ નો મળી કુલ રૂા. ૩૨,૦૦૦ની મત્તા ચોરી ગયો હતો. આ બનાવ અંગે ધ્યેય શૈલેષકુમાર પટેલની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 


 

(5:24 pm IST)