Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

અમદાવાદ હાઇવે નજીક ગમખ્વાર અકસ્માત: કાર પાછળ ટ્રક ધડાકાભેર અથડાઈ: બે ભાઈઓના કમકમાટી ભર્યા મોત

પાલનપુર: અમદાવાદ હાઈવે ઉપર ધારેવાડા નજીક કારમાં આવતા નાવિસણા અને ટીંબાચુડી ગામના બે યુવકોને પાછળથી કોઈ અજાણી ગાડીની ટક્કરથી સામે આવતી ટ્રકમાં ઘુસી જતા કારનું કચ્ચરઘાણ નીકળી ગયુ હતુ. જેમાં એક શખ્સનુ ઘટના સ્થળે મોત નિપજયુ હતુ.

ત્યારે અન્ય એક ઈજાગ્રસ્તને પાલનપુર સીવીલમાં લાવે તે પહેલા રસ્તામાં મોત નિપજયુ હતુ. આ મામલે તેમના પરિવારોને સગા સબંધીઓને જાણ થતા સીવીલમાં દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

  નાવિસણા અને ટીંબાચુડી ગામના બે યુવકો  સિધ્ધપુર તરફથી કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પાલનપુર તરફ કાર લઈને આવી રહ્યા હતા.

(5:22 pm IST)