Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

આણંદ જિલ્લામાં ખોટા દસ્તાવેજ બનાવી નાણાં ઉપાડવાનું કૌભાંડ ઝડપાયું:ફરિયાદના આધારે તપાસના ચક્રો ગતિમાન કરાયા

આણંદ: જિલ્લાના મહેલાવ તાબે વિશ્નોલી ગામે બેન્કમાં મુકેલ નાણાં ઉપાડી લેવા માટે કૌભાંડ રચવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં વિશ્નોલી ગામમાં રહેતા ઈસમો દ્વારા જીવીત વ્યક્તિનું ખોટું મરણ ગયા અંગેનું સર્ટી, પેઢીનામું  તૈયાર કરવામાં આવ્યું હતું. આ દસ્તાવેજો પર પંચાયતના હોદ્દાનો સિક્કો તૈયાર કરી બેન્કમાં રજુ કરવામાં આવ્યું હતું.જેથી બેન્ક દ્વારા આ જાણ પંચાયતમાં કરતા મહેળાવ પોલીસ મથકે ખોટા દસ્તાવેજ બનાવા અંગે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા.

(5:21 pm IST)