Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

અમદાવાદના કાંકરિયામાં પ્રાણીસંગ્રહાલયમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો: પશુ-પક્ષીઓને બચાવવા માટે હીટર મુકાયા

અમદાવાદ:માં ઠંડીનો ચમકારો વધતો જઇ રહ્યો છે. તાપમાન ૧૪.૧ ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચી ગયું છે. વહેલી સવારેેે તો ઘરની બહાર નીકળી ન શકાય તેવી સ્થિતિ સર્જાઇ છે. તેવામાં પશુ-પક્ષીઓ દયનીય સ્થિતિ મૂકાઇ ગયા છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આશરે બે હજાર જેટલા પશુ-પક્ષીઓને ઠંડીથી બચાવવાના પ્રયાસો હાથ ધરાયા છે.

કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આશરે બે હજાર જેટલા પશુ-પક્ષીઓનો વસવાટ છે. ત્યારે તેઓની વિશેષ કાળજી રાખવી જરૃરી બની ગઇ છે. આ અંગે ઝૂ ના ડાયરેક્ટર આર.કે.શાહુના જણાવ્યા મુજબ વાઘ, સિંહ ,રીંછના પાંજરા પાસે હીટરો મૂકવામાં આવ્યા છે. ઝૂ માં ૧૫ થી ૨૦ હીટરોની વ્યવસ્થા કરાઇ છે.

(5:20 pm IST)