Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

સારસ્વત બેંક શરૂ કરી રહી છે ''બેન્કીંગ સર્વિસ ઓન વોટસએપ''

અમદાવાદઃ સારસ્વત બેંક નોટિફિકેશન્સ અને બીઓટી સેવાઓ માટ વોટસએપ ચેનલ પર લાઈવ જનારી ભારતની બીજી બેંક બની છે અને કો-ઓપરેટિવ ક્ષેત્રમાં આવું કરનારી પ્રથમ છે. બેંક અત્યાધુનિક ટેકનોલોજી અપનાવવામાં હંમેશાં આગળ રહે છે, જેથી ગ્રાહક પ્રાપ્તિ, સેવાઓ અને તેમને જાળવી રાખવાનું કાર્યક્ષમ બને છે. બેંકે ગ્રાહકોને નવીન ડિજિટલ સેવાઓ આપવા માટેનો આ વારસો આગળ ધપાવ્યો છે અને આ સેવાઓ અમુક ખાનગી સમકક્ષોની સમાન છે.

ફેસબુકની માલિકીનું  વોટસએપ મેસેજિંગ પ્લેટફોર્મ એ હાલમાં જ વેપાર સેવાઓ માટે વોટસએપ શરૂ કર્યું છે, જે ટેકસ્ટ મેસેજીસ, બોર્ડિંગ પાસીસ, રિસીપ્ટ્સ, ટિકિટ્સ, અકાઉન્ટ સ્ટેટમેન્ટ વગેરે જેવા નોટિફિકેશન્સ ઉપભોકતાઓને મોકલવા માટે યુઝર ઈનિશિયેશનના પ્રતિસાદમાં ઈન્ટરએકશન કરતા સોફ્ટવેરનો ઉપયોગ કરે છે.

વોટસએપ પર બેન્કિંગની સેવાઓ થકી સારસ્વત બેંકના ગ્રાહકોને એન્ડ- ટુ- એન્ડ એન્ક્રિપ્શન સાથે ટેકસ્ટ મેસેજીસ (એસએમએસ)ને બદલે વોટસએપ  નોટિફિકેશન પ્રાપ્ત થશે. ગ્રાહકો ચેટ કરી શકશે, બેલેન્સ અને મિની સ્ટેટમેન્ટ્સ વગેરે પણ જોઈ શકશે. અન્ય સેવાઓમાં મોબાઈલ બેન્કિંગ નોંધણી, પ્રોડકટની વિગતો, વિનંતીઓ અને પૂછપરછ, ફોર્મ્સ અને એપ્સ ડાઉનલોડ વગેરે તબક્કાવાર શરૂ કરવામાં આવશે. પ્રોડકટની માહિતી, વ્યાજ દરો, ફોર્મ્સ ડાઉનલોડ કરવાં વગેરે જેવી પૂછપરછ બેંકની સેવાઓ વેબસાઈટ થકી ઉપલબ્ધ કરાશે. ગ્રાહકો અને બિન ગ્રાહકો ૯૦૨૯૦૫૯૨૭૧ પર મિસ્ડ કોલ કરીને વોટસએપ પર બેન્કિંગ માટે નોંધણી કરી શકે છે.

(3:59 pm IST)