Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

પાર્કિંગની સમસ્યાને નિવારવા અમદાવાદના યુવાનો શરૂ કરી ''વેલેટાઈઝ'' પાર્કિંગ એપ

અમદાવાદઃ વિશ્વમાં દિન પ્રતિદિન વાહનોની સંખ્યાની સાથે- સાથે ટ્રાફિકની સમસ્યાઓ પણ ઊભી થઈ છે. તેના પગલે પાર્કિંગ સુવિધા અને વિકરાળ સમસ્યા બની છે. અમદાવાદ જેવા શહેરો પણ તેમાંથી બાકાત નથી. ત્યારે અમદાવાદ જેવા શહેરો પણ તેમાંથી બાકાત નથી. ત્યારે અમદાવાદના એક યુવાનો સ્ટાર્ટ અપ બિઝનેશ તરીકે એક ''વેલેટાઈઝ'' પાર્કિંગ એપ વિકસાવી છે. તેના પગલે પાર્કિંગ માટે વન સ્ટેપ સોલ્યુશન ઉપલબ્ધ થયું છે.

દરેક શહેરમાં સિકયોર્ડ પાર્કિંગ માટે જગ્યા ઉપલબ્ધ નથી. જયાં સિકયોર્ડ પાર્કિંગ છે તે અતિશય ખર્ચાળ છે. સાથે- સાથે જનસંખ્યાની સરખામણીએ વાહનોની સંખ્યા વધુ છે. આ જ મુદ્દાને ધ્યાનમાં લેતા અમદાવાદના યુવાન શુભમ શર્માએ આ એપની શરૂઆત કરી છે. જે અત્યારે અમદાવાદ શહેર પૂરતું લાગુ છે પરંતુ થોડા સમય બાદ આ સુવિધા રાજકોટ, બરોડા અને સુરત જેવા શહેરોમાં પણ શરૂ થવાની તૈયારી દર્શાવી છે. ''વેલેટાઈઝ'' એપની મદદથી વાહનચાલક ગુગલ મેપ પર જયાં જવા માંગે છે. તે લોકેશનમ સિલેકટ કરવાનું છે ત્યાં કંપનીનો માણસ તૈયાર હશે જે તમારા માટે પાર્કિંગની જગા કયાં છે તેની જાણકારી માટે તૈયાર જ હશે. સમય અને નાણાં બંને બચશે. સાથે સાથે કાર વોશ અને પેટ્રોલ પુરાવવા જેવી સેવા પણ ઉપલબ્ધ કરશે.

(3:59 pm IST)