Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

હવે ડમી ફૂડ અધિકારીઓ સક્રિય :થરાદમાં દુકાનદારોને ડરાવી હજારો રૂપિયા માંગ્યા :સીલ મારી દેવાની ધમકી

દુકાનદારોએ મિડીયા બોલાવવાની વાત કરતાં આ ડમી અધિકારીઓ રિક્ષામાં ભાગી ગયા

બનાસકાંઠાના થરાદમાં ડમી ફૂડ અધિકારીની ઓળખ આપી રૂપિયા પડાવતી ગેંગ સક્રિય થઇ છે. સ્વીટ માર્ટ નાસ્તા હાઉસમાં આ ડમી અધિકારીઓ આવ્યા હતા અને હજારો રૂપિયાની માંગ કરી હતી.

 આ ડમી અધિકારીઓએ ગ્રાહક સુરક્ષા તેમજ ગાંધીનગર ફૂડ વિભાગની ઓળખ આપીને દુકાનદારોને ડરાવીને ધમકાવ્યા હતા. જો પૈસા નહિં આપો તો દુકાનને સીલ મારી દેવામાં આવશે તેમ પણ કહ્યું હતું.

 આ દરમિયાન દુકાનદારોએ મિડીયા બોલાવવાની વાત કરતાં આ ડમી અધિકારીઓ રિક્ષામાં ભાગી ગયા હતા. આ બન્ને ડમી અધિકારીની ઓળખ મુકેશભાઈ બારોટ,તેમજ જયેશભાઇ પટેલના નામે થઇ છે.

 

 આ મામલે પોલીસ દ્વારા બન્ને ડમી અધિકારીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મુકેશ બારોટ કોંગ્રેસનો ખેસ પહેરીને આવ્યો હતો.

(2:39 pm IST)
  • ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ 'બીફ ખાવા વાળી વિવાદી ટ્વીટ હટાવ્યું :કહ્યું કે ધમકી મળી રહી છે :ગોવામાં બે દિવસ પહેલા બીફ ખાવા સમયે પોતાની એક તસ્વીર સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યા બાદ ટીક્કાથી ઘેરાયેલા જાણીતા ઇતિહાસકાર અને લેખકે કહ્યું કે આ પોસ્ટ બાદ મને ધમકી મલાઈ હતી access_time 1:07 am IST

  • પ્રત્યાપર્ણ આદેશ પર વિજય માલ્યાએ કહયુ મારી પાસે એટલી સંપત્તિ છે જેનાથી બધાનું પેમેન્ટ કરી શકુઃ માલ્યા પર ભારતીય બેંકોનુ ૯૦૦૦ કરોડનું દેણુઃ માલ્યાએ દલિલ કરી કે બેન્કો સાથે કોઇ હેરાફેરી નથી કરીઃ અદાલતએ પુછયું કર્જ કેવી રીતે આપ્યુ એનો શો ઉપયોગ થયો access_time 12:10 am IST

  • ગાંધીનગર : જસદણ ચૂંટણીને પગલે રાજ્યપાલનું જાહેરનામું :ચૂંટણીની તારીખે મતવિસ્તારમાં જાહેર કરાઈ રજા: તારીખ 20 ડિસેમ્બરે જસદણ વિધાનસભા મતવિસ્તારમાં રજા જાહેર કરાઈ access_time 9:51 pm IST