Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

હવે વિનય શાહની વાયરલ થયેલી ક્લિપનું સત્ય તપાસશે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી

પોલીસ સ્વપ્નિલ રાજપૂત અને ભાર્ગવી શાહને સામ-સામે બેસાડી પૂછપરછ કરશે

અમદાવાદ :વિનય શાહના 260 કરોડના કૌભાંડ મામલે વાયરલ થયેલી ઓડિયો ક્લિપની FSL તપાસ કરશે,વિનય શાહ અને ભાર્ગવી શાહની વાયરલ ક્લિપને તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી મોકલાઈ છે.

  આ ઉપરાંત પોલીસ સ્વપ્નિલ રાજપૂત અને ભાર્ગવી શાહને સામ-સામે બેસાડી પૂછપરછ કરશે. પોલીસ વાયરલ થયેલી ઓડિયો ક્લિપની સચ્ચાઈ તપાસશે. આ ઉપરાંત બંનેના વોઇસ સ્પેકટ્રો ગ્રાફી ટેસ્ટ પણ થશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે વિનય શાહ દંપત્તી અને સ્વપ્નિલ રાજપૂત વચ્ચેની વાતચીતમાં સમગ્ર કૌભાંડમાં સેટિંગ કરાવવાની સાથે અનેક લોકો સાથે લાખો રૂપિયાની થયેલી લેવડદેવડનો પણ ઉલ્લેખ છે.

(1:07 pm IST)