Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

રાજ્યમાં ઠંડીનો માહોલ :નલિયા 12,4 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર

મહુવામાં 13.2 ડિગ્રી, ડીસામાં 13.3 ડિગ્રી,વલસાડમાં 13.6 ડિગ્રી, રાજકોટમાં 13.7 ડિગ્રી તાપમાન

અમદાવાદ :રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ગુજરાતમાં 12.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુંગાર થઇ ગયું. ત્યારબાદ મહુવામાં 13.2 ડિગ્રી, ડીસામાં 13.3 ડિગ્રી તાપમાન, વલસાડમાં 13.6 ડિગ્રી, રાજકોટમાં 13.7 ડિગ્રી તાપમાન, વડોદરામાં 14 ડિગ્રી, અમદાવાદમાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું

 . આજે વહેલી સવારે ધુમ્મસ જેવું વાતાવરણ રહેતા ઠંડી જોર પકડે તેવી શકયા છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી જિલ્લામાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું

(12:49 pm IST)