Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે વહેલી સવારે કચ્છમાં માવઠું :ખેડૂતોમાં ચિંતાનું મોજું

અમદાવાદ ;રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે બીજબાજુ કચ્છમાં આજે વહેલી સવારે માવઠું થયું છે. કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

 માવઠું થતા કચ્છમાં ચાલી રહેલા રણોત્સવ પર અસર જોવા મળી શકે છે. હાલ કેટલાંય પ્રવાસીઓ રણોત્સવની મજા માણવા માટે કચ્છના મહેમાન બનતા હોય છે, તેમને પણ અસર થવાની શકયતા છે.

(12:48 pm IST)