Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

રાજ્યમાં બે દિવસમાં માવઠાની શકયતા :ત્રણ દિવસ પછી કાતિલ ઠંડી પડશે

અફઘાનિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે અપર એર સાયક્લોનીક સરક્યુલેશન સક્રીય

અમદાવાદ :અફઘાનિસ્તાનનાં પૂર્વીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે અપર એર સાયક્લોનીક સરક્યુલેશન સક્રીય થયું છે, જેની અસરોથી 10 અને 11 ડિસેમ્બરમાં બે દિવસમાં માવઠાની શક્યતા છે.

  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી રાજ્યમાં અનેક સ્થળે ઝાપટાં અને અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડવાનો વરતારો હવામાન વિભાગે કર્યો છે.આગામી તારીખ 12થી 13 ડિસેમ્બર બાદ બેથી ત્રણ ડિગ્રી ગગડતાં કાતિલ ઠંડી શરૂ થવાની શક્યતા છે. રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇને ઝાપટાની શક્યતા છે.

(12:43 pm IST)