Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

નડીયાદ રૂરલ પોસ્ટેના ધાડ,લુંટના ગુનાના છેલ્લા અઢાર વર્ષથી નાસતા ફરતા ડફેર ગેંગના આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી ખેડા-નડીયાદ

પોલીસ મહાનિદેશક અને મુ.પો.અધિ.શ્રી ગુ.રા.ગાંધીનગર નાઓ દ્વારા ગુજરાત રાજ્યના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ તા ૩૧/૧૨/૧૮ સુધી ખાસ ઝુંબેશ રાખેલ છે. જે ઝુંબેશ ને અનુલક્ષીને પોલીસ અધિક્ષકશ્રી ખેડા-નડીયાદ નાઓએ ખેડા જીલ્લામા રહેતા હોય તેવા આરોપીઓને સ્થાનિક પોલીસની તેમજ એલ.સી.બી./એસ.ઓ.જી./પેરોલ ફર્લોસ્કોડ/ લીવ રિઝર્વ પો.સબ ઇન્સ. નાઓની અલગ અલગ ટીમો બનાવી દિવસે તેમજ રાત્રીના અસરકારક પેટ્રોલીંગ કરી તેઓના રહેણાંક તેમજ મળી આવવાના સ્થળોએ તપાસ કરી મળી આવે કાયદેસર કરવા ખાસ સુચના કરેલ જે સુચનાની અમલવારીના ભાગરૂપે ઇ.પો.ઇન્સ આર.કે.રાજપુત એલ.સી.બી ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા લી.રી.પો.સબ.ઇન્સ વી.એ.શાહ, લી.રી.પો.સબ.ઇન્સ.વી.પી.પરમાર તથા એલ.સી.બી સ્ટાફના પો.કો.વિનોદકુમાર,પો.કો ઋુતુરાજસિંહ,તથા પો.કો ધર્મપાલસિંહ નાઓે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો ઋુતુરાજસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે નડીયાદ રૂરલ પોસ્ટે ફ.ગુ.ર.નં.૩૩/૨૦૦૦ ઇ.પી.કો. કલમ ૩૯૫,૩૯૭,૧૧૪ વિગેરેના  મુજબના લુંટના ગુનાનો નાસતો ફરતો આરોપી ઇબ્રાહીમ ઉર્ફે બેરો મીઠુ ડફેર રહે. રાજપુર ભંડાસા તા.જી.સુરેન્દ્રનગર હાલ રહે.એંદલા તા.વિરમગામ જી.અમદાવાદ નાઓને આજરોજ અમદાવાદ ખાતેથી પકડી સી.આર.પી.સી કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરી ઉક્ત ગુનાના કામે સોંપવા તજવીજ કરેલ છે. 

(11:22 am IST)