Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

GPSC પરીક્ષામાં કૌભાંડના આક્ષેપ :પરીક્ષા અગાઉ પ્રોફેસરો અને ઉમેદવારો સંપર્કમાં :ટીમ ગબ્બરના આરોપથી ખળભળાટ

અમદાવાદ :લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડ બાદ GPSC પર પણ કૌભાંડના આક્ષેપો કરવામાં આવ્યા છે ગત  5 ફેબ્રુઆરીના રોજ GPSC પ્રોફેસર ભરતીની પરીક્ષા યોજાઇ હતી તેની સામે કૌભાંડના આક્ષેપો કરાયા છે. જેમા 26 સીટ માટે 97 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાયા હતા.

  આ ઇન્ટરવ્યૂ લેનારા પ્રોફેસરો જ ઉમેદવારોને મળતા હતા. અને પરીક્ષા અગાઉથી પ્રોફેસરો અને ઉમેદવારો સંપર્કમાં હતા તેવા ટીમ ગબ્બરે આક્ષેપ સાથે પુરાવા આપતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો.

(9:00 am IST)