Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

રાજસ્થાનમાં ચૂંટણી બંદોબસ્ત બાદ પરત ફરતા હોમગાર્ડના સાત જવાનોની દારૂ સાથે ધરપકડ

હોમગાર્ડના જવાનો રાજસ્થાનથી સરકારી બસમાં પરત ફરી રહ્યા હતા

અમદાવાદ :રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી હોય, ગુજરાતમાંથી જવાનોને ચૂંટણી બંદોબસ્ત માટે રાજસ્થાન મોકલવામાં આવ્યા હતા.ચૂંટણી બંદોબસ્ત ખતમ કરી ગુજરાત પાછા ફરી રહેલા હોમગાર્ડના સાત જવાનોની દારૂ સાથે ધરપકડ કરવામાં આવી છે સાબરમતી પોલીસે રાજસ્થાનથી પરત ફરી રહેલા હોમગાર્ડના સાત જવાનોને ઝડપી પાડ્યા હતા.

  આ સાતેય જવાનો રાજસ્થાનમાં ચૂંટણી બંદોબસ્ત ખતમ કરી પરત આવી રહ્યા હતા, તેમજ દારૂનો જથ્થો લઈને આવી રહ્યા હતા. જણાવી દઈએ કે, હોમગાર્ડના જવાનો રાજસ્થાનથી સરકારી બસમાં પરત ફરી રહ્યા હતા

(7:00 pm IST)