Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

હવેના સમયમાં સરકાર સામે લડવા આયોજનબદ્ધ કાર્યક્રમો ઘડવા પડશે : લાલજી પટેલ

અમદાવાદત્રણ મહિનાના જેલવાસ બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર અલ્પેશ કથીરિયા આજે રવિવારે જેલમૂક્ત થયો છે. ત્યારે હજારોની સંખ્યામાં પાટીદારો તેના સ્વાગતમાં ઉમટી પડ્યા છે. અને સાથે સાથે ઉધના દરવાજાથી પાટીદારોના શક્તિ પ્રદર્શન સમાન સંકલ્પયાત્રાનો પ્રારંભ પણ થયો છે. દરેક પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ અલ્પેશ કથીરિયાની જેલમૂક્તિની શુભેચ્ચાઓ પાઠવી છે. તો એસપીજીના પ્રમુખ લાલજી પટેલે પણ તેમને શુભેચ્છા પાઠવી હતી. અને આગામી સમયમાં ભેગા મળીને મોટી રણનીતિ બનાવીને સરકાર વિરુદ્ધ કાર્યક્રમો કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

એસપીજીના પ્રમુખ અલ્પેશ કથીરિયાની જેલમૂક્તિ અંગે જણાવ્યું હતું કે, 'જ્યારે સાચો આંદોલનકારી જેલમાં જાય અને સરકાર ખોટી રીતે તેને બાનમા લે. ત્યારે એની ડબલ તાકાતે આંદોલન કરી બહાર આવશે. અને સમાજ માટે લડશે. અમે ભેગા થઇને જ્યાં સુધી સરકાર અનામત નહીં આવે ત્યાં સુધી અલગ અલગ કાર્યક્રમો કરીશું અને અનામત નહીં મળે ત્યાં સુધી અમે લડતા રહીશું. '

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'જ્યારે આ યાત્રા મહેસાણામાં આવવાની છે ત્યારે તમામ સંસ્થાઓ સાથે મળીને આંદોલનકારીઓનું સ્વાગત કરવામાં આવશે. વધુમાં વધુ લોકો આંદોલનમાં જોડાય એવા અમારા પ્રયત્નો રહેશે. આ ઉપરાંત આગામી સમયમાં બહું મોટી રણનીતિ ઘડીને સરકારના વિરૂદ્ધમાં કાર્યક્રમો કરીશું.'

ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહ કેસમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાના જેલમાંથી બહાર આવી ગયો છે. અલ્પેશના સ્વાગત માટે પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલ સહિતના નેતાઓ પહોંચ્યા હતા. ત્રણ મહિના અને 20 દિવસના જેલવાસ બાદ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ થઇ છે. વિવિધ ત્રણ કેસોમાં અલ્પેશ કથીરિયાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. અલ્પેશને મળી તેમના પરિવારજનો ભાવુક થયા હતા. જેલમાંથી બહેર આવતા અલ્પેશને પરિવારજનો તિલક કરી હાર પહેરાવી આવકાર્યો હતો. દરમિયાન પાટીદારોએ જય સરદાર, જય પાટીદારના નારા લગાવ્યા હતા. ભવ્ય સ્વાગત અને પરિવારને મળતા અલ્પેશની આંખોમાં આંસુ આવી ગયા હતા.

(5:26 pm IST)