Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

પાટણ જિલ્લામાં કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત:એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગણી

પાટણ જિલ્લામાં કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જિલ્લામાં અનેક કેનલોમાં ગાબડું પડતા કેનાલોનો ભ્રષ્ટચાર વારંવાર છતો થઈ રહ્યો છે. સરકારી બાબુઓ દ્વારા એક પણ સ્ટેટમેન્ટ આ બાબતમાં આપવા તૈયાર નથી જે પણ એજન્સીઓને વારંવાર કામો અપાયા હશે તેમણે હલકી ગુણવત્તાની કામગીરીની આ કેનાલો વારંવાર સાબિત થઈ રહી છે.અને તેના કારણે અછતગ્રસ્ત રાધનપુર અને સાંતલપુર સમીની અનેક કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે. છતાં પણ આવી ભ્રષ્ટ કામગીરી કરનાર સામે કેમ પગલાં લેવાતા નથી 

વઢિયાર પંથકના ખેડૂતો માટે અત્યારે એક જીવાદોરી હોયતો તે છે કેનાલોમાં છોડાયેલા સિંચાઈ માટે ના પાણી. પરંતુ મોંઘાભાવના બિયારણો અને ખેળખાતર પાછળનો ખર્ચ કરી રવીપાક માટે વાવેતર કરી બેઠા છે. ત્યારે આ નબળી કેનાલો તૂટતાં પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાઇ છે. આવી એજન્સીઓ પર કડક કાર્યવાહી થાય તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.

(6:19 pm IST)