Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

સાણંદમાં લીગલ સર્વિસીસ ડે ની ઉજવણી કરવા માં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : 9 ઓક્ટોબર ના રોજ નેશનલ લીગલ સર્વિસીસ દિવસ નિમિત્તે સાણંદ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા સાણંદ તાલુકા પંચાયત ખાતે આંગણવાડી ના મહિલાઓને મહિલા સશક્તિકરણ તેમજ મહિલા વિશેના કાયદા અંગે જાગૃતિ શિબિર કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે પ્રિન્સીપલ સિવિલ જજ જે.જે.પંડ્યા, તાલુકા વિકાસ અધિકારી એસ.પી.રાજપૂત, સી.ડી.પી.ઓ લીલાબેન રાવત સાથે સુપરવાઈઝર બહેનો તથા લીગલ એડવોકેટ અને પેરા લીગલ વોલેન્ટીયર હાજર રહ્યા હતા. (તસવીર : ચિરાગ પટેલ – સાણંદ)

(10:45 pm IST)