Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

વડિયા પાસે વીજ કંપનીની મુખ્ય લાઈન પર ચામાંચીડિયું ફસાતા રાજપીપળા શહેરમાં અંધારપટ સર્જાયો

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપળા શહેરમાં આમ તો વીજ પુરવઠો ક્યારેક જ જતો હોય છે જેમાં પ્રિમોન્સૂન કામગીરી કે અન્ય મૅન્ટેન્સ માટે આગવી જાહેરાત બાદ વીજ કંપની દ્વારા વીજળી બંધ રખાઇ છે પરંતુ ક્યારેક આકસ્મિક ક્ષતિ સર્જતાં લાઈનમેનો કામે લાગતા હોય છે.

જેમાં મંગળવારે રાતે વડિયા ગામ નજીક વીજ કંપનીની મુખ્ય લાઈન ના તાર પર એક ચામાચીડિયું ફસાઈ જતા મોતને  ભેટયું હતું પરંતુ ચામાચીડિયું ફસાવવાના કારણે ક્ષતિ થયા રાજપીપળા શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો જોકે વીજ કંપની ના અધિકારી ડી.ઈ. ડી.એન.ટંડેલ જાતે ઘટના સ્થળે પહોંચી કામગીરી કરાવતા અંતે વીજ પુરવઠો મળતા લોકો એ રાહત મેળવી હતી.

(10:40 pm IST)