Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

રાજપીપળામાં આયુર્વેદિક કોલેજ કેમ્પસ ખાતે 12મી નવેમ્બરે મેગા હેલ્થ કેમ્પ યોજાશે

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજય સરકારે બિનચેપી રોગો જેવા કે હાયપર ટેન્શન, ડાયાબીટીસ, ઓરલ કેન્સર, સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર, કિડનીની બિમારીની તપાસ, એનીમીયાની તપાસ અને કેલ્શિયમની ઉણપ વગેરેનું પ્રમાણ ઝડપથી વઘી રહયું છે, જેના નિદાન,સારવાર અને અટકાયત માટે રાજ્યના મુખ્યમંત્રી દ્વ્રારા પાલનપુર ખાતેથી તા.૧૨/૧૧/૨૦૨૧ના રોજ સવારે ૯:૩૦ કલાકે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા અને કોપોરેશનમાં “નિરામય ગુજરાત” અંતગર્ત મેગા હેલ્થ કેમ્પ અભિયાનનો શુભારંભ થનાર છે.
 
જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લાકક્ષાના યોજાનારા કાર્યક્રમમાં ગુજરાતના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતમાં તા.૧૨ મી નવેમ્બર, ૨૦૨૧ ને શુક્રવારના રોજ સવારે ૯:૦૦ કલાકે રાજપી૫લા ખાતેની સરકારી આર્યુર્વેદિક કેમ્પસ ખાતે “નિરામય ગુજરાત” અંતગર્ત મેગા હેલ્થ કેમ્પ કાર્યક્રમનો શુભારંભ  કરાશે, જેથી તમામ બિનચેપી રોગથી પીડીત વ્યકિતઓનું તજજ્ઞ ડોકટરશ્રીઓ દ્રારા જનસમુદાયનું સ્ક્રીનીંગ હાથ ઘરી યોગ્ય નિદાન તેમજ સારવાર આપવામાં આવનાર છે. તેમજ જરૂર જણાયે દર્દીને, જનરલ હોસ્પીટલ/મેડિકલ સંલગ્ન હોસ્પીટલ/ પી.એમ.જે.વાય.એમ્પેનેલેડ હોસ્પીટલ ખાતે રીફર કરી યોગ્ય સારવાર આપવામાં આવશે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, ઉક્ત યોજાનારા મેગા હેલ્થ કેમ્પમાં  તબીબી અઘિકારીશ્રીઓ દ્વ્રારા સ્ક્રીનીંગ કામગીરી, તજજ્ઞો દ્વારા સુપર સ્પેશ્યાલીસ્ટ, જનરલ સર્જન, ફીજીશીયન, સ્ત્રી રોગનાં નિષ્ણાંત, ચામડીનાં રોગોનાં નિષ્ણાંત, ઇ.એન.ટી.સર્જન, દંત સર્જન, આંખના નંબર કાઠવા વગેરે જેવી તબીબી સુવિધાઓ પુરી પડાશે.

તેવી જ રીતે લેબોરેટરી સુવિદ્યાઓમાં લોહીની તમામ તપાસ જેવી કે હિમોગ્લોબીન તપાસ, બ્લડ સુગર, સીરમ ક્રએટીન, બ્લડ યુરિયા, યુરિન સુગર- આલ્બ્યુમિન, લીપીડ પ્રોફાઇલ, લીવર ફંકશન ટેસ્ટ, સીરમ કેલ્શિયમ વગેરે સેમ્પલ લઇ યોગ્ય તપાસ કરવામાં આવનાર છે. તેની સાથોસાથ ECG ની સુવિઘા, કેમ્પ નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ અન્ય તમામ સુવિદ્યાઓ વિનામુલ્યે, MA/PMJAY કાર્ડ કાઢવાની સુવિદ્યા ઉભી કરવામાં આવનાર છે. તમામ વ્યકિતઓના હેલ્થ આઇડી બનાવવામાં આવશે. દરેક વ્યકિતને નિરામય કાર્ડ આપવામાં આવશે. કેમ્પના સ્થળે તજજ્ઞો સાથે ટેલીમેડીસીનની વ્યવસ્થા ઉપલબ્ઘ રાખવામાં આવશે. કેમ્પમાં ઉપસ્થિત રહેલ દર્દીઓના રેફરલ તેમજ ફોલોઅપની વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે તેમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, રાજપીપલા-જિ. નર્મદા  તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

(10:38 pm IST)