Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

અરે વાહ… અમદાવાદની એક યુવતીએ કેન્‍સર પીડિત સ્‍ત્રીઓ માટે કર્યુ માથાના વાળનું દાન

નવી દિલ્‍હી : વિભૂતિ પરમારે અને તેમની સાથી મિત્રોએ પોતાના વાળ કપાવીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે

વાળ એ સ્ત્રી અને પુરુષ બંનેને ખૂબ વહાલા હોય છે.એમાંય સ્ત્રીઓ તો વાળને તેમની સુંદરતાનો પર્યાય માનતી હોય છે, એટલે જ સ્ત્રીઓ માટે વાળ ઘરેણાં સમાન ગણે છે..દરેક ઉમરે વાળની સુંદરતાને જાળવી રાખવા માટે મથામણ કરતી સ્ત્રીઓ ક્યારેક વાળ ખરવા લાગે તોપણ યુવતીઓ ચિંતાતુર થઈ જતી હોય છે.ત્યારે આવી પરિસ્થિતિ દુર થઈને અમદાવાદ દરિયાપુર વોર્ડમાંથી ચુંટણી લડેલા ભાજપના મહિલા અને રમતવીર વિભૂતિ પરમારે પોતાના વાળ કેન્સર પીડિત દર્દીને દાન કર્યા છે.વિભૂતિ પરમારે અને તેમની સાથી મિત્રોએ પોતાના વાળ કપાવીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

કેન્સરના દર્દીને વાળ ડોનેટ કરતા યુવતીઓનું કહેવું છે કે, બાળપણથી પોતાના માથાના વાળ પર એકપણ વાર કાતર પણ ફેરવવા દીધી નથી.અને આજે તેણે પોતાના વાળ કેન્સરપીડિત મહિલાઓ માટે ડોનેટ કર્યા છે. કિમોથેરપી અને અન્ય રેડિયેશન ટ્રીટમેન્ટથી કેન્સરપીડિતો પોતાના વાળ ગુમાવી દે છે, ત્યારે એવી યુવતીઓ અને મહિલાઓની પડખે ઊભા રહેવા, તેમને કોઈપણ જાતની શરમનો અનુભવ ન થાય એ માટે વાળ ડોનેટ કર્યા છે.આ પ્રકારના દર્દીને વ્હારે આપવા માટે અન્ય મહિલાને પણ અપીલ કરી હતી. અત્યાર સુધીમાં ગુજરાતભરમાંથી અદાજીત 500થી વધુ મહિલાઓએ કેન્સરપીડિતો માટે વાળનું દાન કર્યું છે.

તાજેતરમાં જ બોલીવૂડથી સમાચાર આવ્યા હતા કે, ફિલ્મ અભિનેત્રી માધુરી દીક્ષિતના પુત્રએ પણ કેન્સર પીડિતોની વહારે આવવા પોતાના વાળ પણ દાન આપ્યા હતા.સમાજના જુદા-જુદા વર્ગોમાં કેન્સર પીડિતો માટે આ પ્રકારની અનુકંપા દાખવીને વાળનું દાન કરવાનો પ્રેરણાંદાયી પગલું નાગરીકો ઉઠાવી રહ્યા છે.

(10:05 pm IST)